ડીસા રેલવે સ્ટેશન વિસ્તારમાં બાઇક અને એક્ટીવા વચ્ચે ગમખ્વાર અકસ્માત… એક ગંભીર

ડીસા,(બનાસકાંઠા) અંકુર ત્રિવેદી :-

ડીસા શહેરમાં અડચણ રૂપ દબાણો અને ટ્રાફિક સમસ્યા શહેરીજનો માટે માથાના દુખાવા સમાન બની ગયા છે ત્યારે ટ્રાફિક માટે નિયુક્ત કરાયેલા વ્યક્તિઓ મોબાઇલ મેન્યા કે વાતોના ગપાટા મારવામાં વ્યસ્ત જોવા મળી રહ્યા હોવાનું લોકોમાં ચર્ચાઇ રહ્યું છે ત્યારે આ બાબતે જિલ્લા ટ્રાફિક તંત્ર દ્વારા આવી ફરજ બજાવતા વ્યક્તિઓ સામે કાર્યવાહી કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે કેટલીક વખત ડીસાના હાર્દ સમા જલારામ મંદિર સર્કલ પર, સરદાર બાગ પાસે, ફુવારા નજીક, જુના શાકમાર્કેટમાં, ગાંધીજીના બાવલા પાસે વગેરે જગ્યાઓએ ટ્રાફિક ચક્કાજામ જોવા મળે છે જેનાથી અવારનવાર નાના મોટા અકસ્માત સર્જાઇ રહ્યા છે તેમજ ડીસા રેલવે સ્ટેશન ચાર રસ્તા ઉપર ઇક્કો ગાડીઓના અડીંગો જોવા મળી રહ્યો છે જેના કારણે વાહનચાલકોને હાલાકી ભોગવવી પડે છે વધુમાં આ વિસ્તારમાં પણ અડચણ રૂપ દબાણો અને ટ્રાફિક જામના કારણે લોકો તોબા પોકારી ઊઠયા છે ત્યારે ગઇકાલે રાત્રે રેલવે સ્ટેશન વિસ્તારમાં રહેતા પવનકુમાર (ચિરાગ)લાલચંદ ભાઈ લોધા રહે. વિશ્વકર્મા નગર રેલવે સ્ટેશન ડીસા વાળા પોતાનું બાઇક લઇને કોઇ કામ કાજ અર્થે બજારમાં આવી રહ્યા હતા ત્યારે કોઈ અજાણ્યા વાહનચાલકે પૂરપાટ ઝડપે અને ગફલતભરી રીતે ચલાવી બાઇકચાલકને અડફેટે લેતાં બાઇક સવાર પવનકુમાર લાલચંદ ભાઈ લોધા બાઇક ઉપરથી ફંગોળાઈ ધડાકા ભેર રસ્તા ઉપર પછડાયા હતા જેના કારણે માથાના ભાગે તથા શરીરના અન્ય ભાગમાં ગંભીર ઈજાઓ પહોંચી હતી જે ઘટના માં અકસ્માત સર્જનાર એક્ટીવા ચાલક એક્ટીવા મૂકી ફરાર થઈ ગયો હતો આ અકસ્માતની જાણ વાયુવેગે પ્રસરી જતાં ઘટના સ્થળે લોકોના ટોળેટોળાં ઉમટી પડ્યા હતા અને લોકો દ્વારા તાત્કાલિક ૧૦૮ સેવા અને પોલીસને જાણ‌‌ કરતાં પોલીસ અને ૧૦૮ ઘટના સ્થળે દોડી આવી હતી જેમાં પોલીસે તપાસ શરૂ કરી હતી અને ૧૦૮ સેવા દ્વારા ઘાયલ બાઇક સવારને સારવાર અર્થે ડીસાની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં બાઇકસવાર ની હાલત વધુ ગંભીર થતાં વધુ સારવાર અર્થે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અત્રે ઉલ્લેખનીય છે કે રેલવે સ્ટેશન વિસ્તારમાં ખાનગી વાહનો ના અડીંગા અને બેફામ રીતે ધૂમ સ્ટાઇલમાં દ્વિચક્રી વાહન ચલાવનાર વાહન ચાલકો જે ટ્રાફિક નિયમોને ઘોળી પી રહ્યા છે ત્યારે આ બાબતે જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિક નિયમન તોડનાર અને કાયદાનું પાલન ન કરનાર ટ્રાફિક પોલીસ સામે કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here