પી સી એલ કંપનીએ ભાડે લીધેલી જમીન પરત મેળવવા નર્મદા યોજના હાય હાયના નારા લગાવતા અલીખેરવા ગામના ધરતીપુત્રો…

બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

 

છોટાઉદેપુર જિલ્લાની આર્થિક રાજધાની ગણાતા બોડેલીના અલીખેરવા ગામના 18 જેટલા ખેડૂતોની 1985 માં નર્મદા યોજનાનું કામ કરતી PCL નામની કંપની એ મટીરીયલ નાખવા માટે ભાડા પટ્ટે લીધી હતી જે જમીન ની 7/12 માં જમીન સંપાદન કરનાર કાર્યપાલક ઇજનેર નર્મદા યોજના વસાહત વિભાગ વડોદરાના નામે ચડી જતા ધરતીપુત્રો ને આ અંગે ની ખબર પડતા તેઓ એ પોતાની જમીન પરત મેળવવા જમીન આસમાન એક કરી દીધું હોવા છતાં આજ દિન સુધી તેઓની જમીન તેઓને પરત મળેલ નથી.
જાણવા મળ્યા મુજબ છોટાઉદેપુર જિલ્લાની આર્થિક રાજધાની ગણાતા બોડેલીના અલી ખેરવા વિસ્તારમાં રહેતા 18 જેટલા ધરતી પુત્રોને 1985માં બોડેલી નજીકથી પસાર થતી નર્મદા યોજના ની મુખ્ય નહેરનું કામકાજ કરવા આવેલી PCL નામની કંપની એ 10 હેક્ટર ઉપરાંત જમીન અત્રે ના ધરતી પુત્રો પાસેથી મટીરીયલ નાખવા માટે ભાડે પટ્ટે લીધી હતી જે જમીન ને કાર્યપાલક ઇજનેર શ્રી નર્મદા યોજના વસાહત વિભાગ 2 વડોદરા દ્વારા નર્મદા યોજના રેહનાંક અને બિન રહેનાંક મકાન બાંધવા સારું જમીન સંપાદન કરી હતી જે અંગેનું જે તે સમયે સરકાર દ્વારા આ ધરતીપુત્રોને ચુકવણું કરી દેવામાં આવ્યું છે જે આ ધરતીપુત્રો પાસેથી મળી આવેલ ડોક્યુમેન્ટ ઉપરથી જાણવા મળે છે
સમગ્ર મામલે બોડેલી ના અલી ખેરવા ગામના રહીશ ધરતીપુત્રો થોડા દિવસ અગાઉ બોડેલી નર્મદા કોલોની પાસેની તેઓની જમીન ઉપર જઈ નર્મદા યોજના હાય હાય ના નારા લગાવ્યા હતા અને સમગ્ર મામલે તેઓએ રિપોર્ટર સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે જે તે સમયે નર્મદા યોજના નું કામ કરતી પી સી એલ નામની કંપનીને અઢારે 18 ધરતી પુત્રોની 10 હેક્ટર ઉપરાંત જમીન નર્મદા નહેરમાં વાપરવા માટેના લોખંડના સળિયા તેમજ બ્લોક વગેરે નાખવા માટે તેઓ પાસેથી ભાડા પટ્ટે લીધી હોવાનું જણાવવામાં આવ્યું હતુ અને તે સમયે આ 18 ધરતી પુત્રોને કોઈને 5000 કોઈને દસ હજાર જેટલી રકમ ચૂકવવામાં આવી હતી તેમ અત્રે ઉપસ્થિત ધરતી પુત્રોએ જણાવ્યું હતું
સમગ્ર મામલે આ જમીન સંપાદન થઈ ત્યારે 11/04/1985 ના સમયે જે ધરતી પુત્ર ત્યાં હાજર હતા તે ધરતીપુત્ર મોહન ભાઈ નાયક સાથે વાતચીત કરતા તેઓએ જણાવ્યું હતું કે અમારી જમીન પી સી એલ કંપનીએ ભાડે લીધી હતી અમોએ અમારી જમીન કોઈને વેચી નથી તેમ જણાવ્યું હતું અને આ જમીનમાં 7અને 12 ની નકલમાં અમારા વડીલોના તેમજ અઢારે 18 ધરતી પુત્રોના નામો નીકળી ગયા છે જે તે સમયે અમને જણાવવામાં આવ્યું હતું કે તમારી જમીન મટીરીયલ નાખવા પૂરતી ભાડે જોઈએ છે તો પછી આ જમીન અમારા નામે થી બીજા નામે કઈ રીતે ચડી ગઈ તે તેઓને સમજાતું નથી તેમ મોહનભાઈ નાયક એ જણાવ્યું હતું
બીજી તરફ આ અભણ અને ગરીબ ધરતીપુત્રો પાસે થી મળી આવેલ 23/7/1987 ના નર્મદા યોજના યુનિટ 1ના કેસ નં:5/85 ના પ્રસ્તાવના પત્ર માં આ જમીન સંપાદન કરતા પહેલા કેટલાક નામાંકિત અખબારોમાં તેનું જાહેરનામું પ્રસિદ્ધ કરી અને ખાતેદારોને મળવાપાત્ર રકમનું ચૂકવવાનું કરી 18 જેટલા ધરતી પુત્રોની 10 હેક્ટર ઉપરાંત જમીનોનું જેમાં કોઈ ધરતી પુત્રોને ચાલીસ હજાર કોઈને સોળ હજાર કોઈને પંદર હજાર તો કોઇને નજીવી પંદર સો થી બે હજાર જેટલી રકમ ચૂકવવામાં આવી હતી જેને આ અભણ ધરતી પુત્રોએ PCL કંપની ના ભાડા ની રકમ સમજી હતી હાલ તેઓ આ અંગે ઉચ્ચ કક્ષા એ રજુઆત કરી કરી ને થાકી ગયા છે અને આ અંગે કોઇ નિર્ણય લેવામાં નહીં આવે તો તેઓ એ આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here