ડીસા નગરના દક્ષિણ પોલીસ સ્ટેશન નજીક જીવતા બોમ્બ સમાન ફટાકડા બજારમાં ફાયર સેફટીનો અભાવ…

ડીસા, (બનાસકાંઠા) અંકુર ત્રિવેદી :-

છેલ્લા ૧૫ દિવસથી ભગવાન ભરોસે ગોઠવાયેલા ફટાકડા બજારમાં કોઈ અનહોની સર્જાય તો જવાબદારી કોની…!!?

તથા કથિત ચર્ચાઓ મુજબ ફટાકડા બજારના વેપારીઓ તંત્ર સાવચેતીની સુવિધાઓ પુરી પાડશેની આશાએ ગ્રાહક બનીને આવતા લોકોના જીવને જોખમમાં મુકી રહ્યા છે…

મળતી વિગતો મુજબ દર વરસની જેમ આ વર્ષે પણ ડીસા નગરના વેપારીઓએ ભગવતી સાડી શો રૂમની બાજુમાં ડીસા દક્ષિણ પોલિસ સ્ટેશન નજીક ફટાકડા બજાર લગાવ્યો છે, ખરેખર તો રાજ્યના અનેક શહેરોમાં આ રીતના ફટાકડા બજારો દિવાળીના તહેવાર પહેલાથી જ ભરાતા હોય છે પરંતુ લગભગ નગરોમાં સ્થાનિક પ્રશાસન દ્વારા ફટાકડા બજાર ગામના છેવાડે કે પછી ખુલ્લા મેદાનમાં ગોઠવવાની પરમિશનો અપાતી હોય છે, પરંતુ ડીસા નગરમાં હાલ જે જગ્યા પર ફટાકડા બજારના તંબુઓ ગોઠવાયા છે, એ એરિયા ભારે ભીડથી ઉભરાતો વિસ્તાર છે તેમજ આજુબાજુ આગની જ્વાળાઓના માત્ર તપારાથી ભડકે બળે એવા સરો સમાન વેચતી અનેક દુકાનો અને શોરૂમ આવેલા છે. તેમછતાં ડીસા નગરના હાર્દસમાં વિસ્તારમાં ફટાકડાઓથી ખીચોખીચ ભરેલા તંબુઓને બિનદાસ્ત રીતે તાણી દેવામાં આવ્યા છે..

દિવાળી એક હર્ષોલ્લાસ અને રોશનોનો પર્વ છે, ગરીબથી ગરીબ માણસ પણ તહેવારોના વડેરા એવા દિવાળીના પર્વ નિમિત્તે દરેક ખુશીઓને પોતાના ઘરમાં શણગારતો હોય છે, અને દિપાવલીની રાત્રીએ ફટાકડા ફોડી ભાગવાન શ્રી રામના આગમનની ઉજવણી કરતો હોય છે… જેથી કોઈ નિર્દોષ વ્યક્તિ ફટાકડાની ખરીદી માટે આવા જીવંત બૉમ્બ સમાન ફટકકડા બજારમાં ખરીદી કરવા જાય અને અભાગે કોઈ એક ચીંગારી જ્વાળાનો સ્વરૂપ ધારણ કરી લે તો ફટાકડા બજાર સહિત આજુબાજુનો સમગ્ર વિસ્તારમાં બુમાબુમ.. ચીસાચીસ મચી જાય અને તંત્રના ભરોસે ફાયર સેફટીની અવગણના કરનાર ફટાકડા બજારના વેપારીઓની જુજ રૂપિયા કમાવી લેવાની લાલચ અનેક લોકોના જીવનો જોખમ બની જાય…

આવનાર સમયમાં રાજ્ય સહિત ડીસા નગરમાં પણ વિધાનસભાની ચૂંટણી યોજાવવાની છે, અને ફટાકડા બજારમાં ભૂલથી પણ કોઈ ચીંગારી ભળાકો બની જાય અને નગરમાં જાનમાલનો નુકશાન થાય તો સતાપક્ષ માટે આ ફટાકડા બજાર એક દુઃખ સમાન સાબિત થઈ જાય… જેથી જવાબદાર તંત્ર દ્વારા જીવંત બૉમ્બ સમાન ગોઠવાઈ ગયેલા ફટાકડા બજારના દરેક વેપારીના લાયસન્સની તપાસ કરી તેઓએ ફાયર સેફટી માટે કઈ રીતે આયોજન કર્યું છે તેની ચકાસણી કરવી જોઈએ અને જો આ બાબતે કોઈ પણ પ્રજારે ભુલ જણાય તો સદર ફટાકડા બજારને તાત્કાલિક બંધ કરાવી ગામ બહાર ગોઠવી દેવો જોઈએ, કારણ કે ફટાકડા બજારના વેપારીઓની રૂપિયા કમાવવાની લાલચ માનવ જીવનથી વધીને નથી..હવે જોવું રહ્યું કે ડીસા નગરનું જવાબદાર તંત્ર ક્યારે અને કેટલા સમયમાં આ ફટાકડા બજારમાં ફાયર સેફટી તેમજ લાયસન્સની ચકાસણી માટે જાય છે…!!?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here