બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-
છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના રાયપુર વડીયા ની સીમમાં રાત્રીની સમયે દીપડો જોવાયો વડીયા ગામના બારીયા કિશનભાઇ દીવેલા ના ખેતરમાં ટ્રેક્ટર લઈને દાંતી મારવા ગયા હતા તે વખતે ખેતરના સેઢા ઉપર તેમના ખેતર ની પાસે દીપડો બેઠેલો જોવા મળ્યો હતો ટ્રેક્ટર ના લાઈટ ના અજવાળા માં બેઠેલો જોવાયો હતો અને થોડી સેકન્ડમાં ત્યાંથી જતો રહ્યો હતો કિશનભાઇ દીપડાને ખેતરની આગળ તરફ જતા પણ જોયું હતું એ જ અઠવાડિયામાં દીપડાએ વડીયા ગામે એક વાછરડીનું મારણ કરવાનો પ્રયત્ન પણ કર્યું હતું જ્યારે ગત રાત્રિએ રાયપુર ગામની સીમમાં એક પાડીનું મારણ કર્યું હતું બે દિવસ પહેલા પણ આ દીપડો રાત્રે ખેતરમાં પણ લટાર મારી હતી ત્યારે વડીયા તેમજ રાયપુર ગામ લોકોમાં ફફડાટ જોવા મળ્યો હતું.