ડીસા જીઆઇડીસી વિસ્તારમાં જન આરોગ્યને હાનિ પહોંચાડે તેવા અખાદ્ય પદાર્થો મોટાપાયે બનાવવાની કામગીરી ચાલી રહી હોવાની લોકબૂમ….

ડીસા,(બનાસકાંઠા) અંકુર ત્રિવેદી :-

ડીસા જીઆઇડીસી વિસ્તારમાં જન આરોગ્યને હાનિ પહોંચાડે તેવા અખાદ્ય પદાર્થોનું મોટાપાયે બનાવવાની કામગીરી ચાલી રહી છે.જેના કારણે રાજ્યમાં ડીસા શહેર ડુપ્લીકેટીગના હબ તરીકે ઓળખાય છે જેમાં ખાસ કરીને જીવનજરૂરિયાતની ચીજવસ્તુઓ સહિતની વિવિધ નામાંકિત માર્કાની પ્રોડક્ટના નામે લેબલ લગાવી ધૂમ વેચાણ થઇ રહ્યું છે જેમાં મરચું પાવડર, હળદર, સહિત વિવિધ ખાધ પદાર્થો તેમજ ગોળ,ઘી, તેલ વગેરે જેવી ચીજ વસ્તુઓના નામાંકિત માર્કાની પ્રોડક્ટના સ્ટીકર કે લેબલ્સ લગાવી ધૂમ વેચાણ કરવામાં આવી રહ્યું છે ત્યારે આજે ડીસા જીઆઇડીસી વિસ્તારમાં ઓચિંતી મુલાકાત લેતા જાણવા મળ્યું છે કે અહીં તો સરકાર દ્વારા ચલાવવામાં આવતા સ્વચ્છતા અભિયાનની સરેઆમ ઠેકડી ઉડાડવામાં આવી રહી છે વાત કરીએ તો જીઆઇડીસી વિસ્તારમાં આવેલ વિમલ સુગર ફેકટરીમાં સુગંધની વિવિધ પ્રકારની પ્રોડક્ટ બનાવવામાં આવી રહી છે ત્યારે સુગર ફેકટરી માલિક દ્વારા સુગરના ગંદા પાણીના નિકાલ માટે કોઇ વ્યવસ્થા કરવામાં આવી નથી જેથી સુગર મિલનું ગંદું પાણી આજુબાજુમાં આવેલા અન્ય પ્રોડક્ટ યુનિટ આગળ જમા થઈ રહ્યું છે જેના કારણે સ્વચ્છ ભારત અભિયાનના સરેઆમ ધજાગરા ઉડી રહ્યા છે સાથે સાથે ભયંકર મચ્છરનો ઉપદ્રવ વધી ગયો છે ત્યારે આજે આ બાબતે આ જ વિસ્તારના એક યુનિટ માલિક દ્વારા જણાવવામાં આવ્યું હતું કે છેલ્લા કેટલાક સમયથી નગરપાલિકા દ્વારા સફાઈ વેરો ઉઘરાવવામાં આવે છે ત્યારે જીઆઇડીસી વિસ્તારના મિલ ‌ કે કારખાના માલિકો દ્વારા નગરપાલિકાને સફાઈ વેરો ભરપાઈ કરવામાં આવી રહ્યો છે પરંતુ પાલિકાના સત્તાધીશો દ્વારા આ વિસ્તારમાં વિમલ સુગર મિલના માલિક જેમ ગંદા પાણી છોડવાનું અને પદાર્થો ફેંકી રહ્યા છે તેમની સામે કોઇ કાર્યવાહી હાથ ધરવામાં ન આવતી હોવાની સ્થાનિકોની બૂમરાણ ઉઠી છે વધુમાં અન્ય પ્રોડક્ટ યુનિટ માલિકોના કે કામદારો કે મજૂરોના સ્વાસ્થ્ય સાથે ખેલ ખેલતા હોય તેમ લાગે છે આજે એક મિલ માલિક દ્વારા મિડીયા સામે બળાપો ઠાલવતા જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક સમયથી આવા ગંદા પદાર્થો ફેંકી જન આરોગ્ય સામે ખતરો ઊભો કરનારા અને સુગરનાં ગંદા પાણીને જાહેરમાં છોડનાર વ્યક્તિઓ સામે કેમ કોઈ પગલાં ભરવા તંત્ર ને કરો ગ્રહ નડે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે અન્ય પ્રોડક્ટ યુનિટ માલિક દ્વારા જણાવવામાં આવ્યું છે કે આ અંગે અમોએ સ્થાનિક તંત્રને વારંવાર લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરવામાં આવી છે તેમ છતાં તંત્ર દ્વારા સ્વચ્છતા અભિયાનની ઠેકડી ઉડાવતા તત્વો સામે કોઈપણ પગલાં ભરવામાં આવી રહ્યા નથી જેથી તંત્ર આવા સ્વચ્છતા અભિયાનના સરેઆમ ધજાગરા ઉડાવનારા સામે કોઈ પગલા ભરવામાં નહીં આવે તો ઉચ્ચ સ્તરે રજૂઆત કરવામાં આવશે…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here