નસવાડી ખાતે બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા મુકવાને લઈ વિવાદ સર્જાતા દલિત સમાજ દ્વારા મામલતદારને આવેદનપત્ર અપાયુ

નસવાડી, (છોટાઉદેપુર) જાવેદ એન કુરેશી :-

દલિત સમાજ દ્રારા ગ્રામ પંચાયતને તાળાબંધી ની ચીમકી”

“જો વહેલી તકે બાબા સાહેબની પ્રતિમા સ્થાપવામા નહી આવે તો આખા સમાજ દ્રારા ભુખ હડતાલ પર ઉતરી જવાની ચીમકી”

નસવાડી ખાતે ડો.બાબા સાહેબ ની પ્રતિમા કેટલાક સમયથી ધૂળ ખાય રહી છે અને આ પ્રતિમાને લગભગ ત્રણ વર્ષ થઈ ચુક્યા છે પરંતુ આજદિન સુધી પ્રતિમાની સ્થાપના કરવામાં આવી નથી અને આ બાબતે કોઈ ધ્યાન અપાયુ નથી અને આ પ્રતિમા માટે તણખલા ચોકડી પાસે જગ્યા નક્કી કરવમા આવી હતી ને ત્યાં સરપંચ સહીત ગ્રામજનો અને દલિત સમાજ દ્રારા ખાત મુહૂર્ત કરવામાં આવ્યુ હતુ તે વાતને આજે ત્રણ વર્ષ પૂરા થયા છે છતા પણ ગ્રામ પંચાયત ના પેટનુ પાણી હલતુ નથી અને આપના દેશના બંધારણ લખનાર ની પ્રતિમાની આવી પરિસ્થિતિ છે જે ધૂળ ખાય રહી છે અને તંત્ર ઘોર નિંદ્રા મા છે કોઈને કાંઈ પડેલી જ નથી તેવુ દલિત સમાજ દ્રારા જાણવા મળેલ છે અને જે જગ્યા પર ખાત મુહૂર્ત કરવામા આવ્યુ હતુ તેની નજીક મા ભાથિજી મંદીર આવેલ છે અને બાબા સાહેબ ની પ્રતિમાની સ્થાપના કરવા માટે કામ શરૂ કર્યું અને વિવાદ સર્જાયો જેમા જાણવા મળેલ છે કે ભાથિજી મંદિરના વહીવટદારો દ્રારા કામ અટકાવવામાં આવ્યુ છે જેને લઈ વિવાદ સર્જાયો હતો જેને લઈ દલિત સમાજ દ્રારા મામલતદાર ને લેખિતમા આવેદનપત્ર આપવામા આવ્યુ છે અને વહેલી તકે પ્રતિમા મુકાય અને થયેલ વિવાદનો અંત આવે તેવી સમાજની લાગણી અને માંગણી છે અને જો પ્રતિમાને લઈ વિવાદનો અંત નહી આવે તો આખો દલિત સમાજ ભુખ હડતાલ પર બેસી જવા મજબૂર બનશે ની હાકલ કરવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here