ડભોઇ સરકાર હોસ્પિટલ ખાતે ડાયાલિસિસ સેન્ટરનું ઉદઘાટન કરવામાં આવ્યું

ડભોઇ, (વડોદરા) સરફરાઝ પઠાણ :-

ડભોઇમાં આજરોજ સરકારી દવાખાના ખાતે ડાયાલિસિસ સેન્ટર નું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. જેમાં દર્દીઓને કિડની ની તકલીફો હોય, શરિરમાં સોજા ચડી જતા હોય છે. દર્દીના શરીરના રુધિરના દ્રવ્યો બરાબર માત્રામાં ગાળા ન થવાથી ડાયાલિસિસ ની જરૂર પડતી હોય છે. જેમાં દર્દીના શરીરમાં રહેલા રુધિર ને એક તરફથી નીકળી તેને મશિનમાં સુધ કરી ફરી તેને ધમની મારફતે શરિરમાં દાખલ કરવામાં આવે છે. આ તકલીફ જે દર્દીઓને હોય છે તેઓ દુર બીજા હોસ્પિટલમાં જવું પડતું હતું. પરંતુ હવે ડભોઈ સરકારી દવાખાના ખાતે ડાયાલિસિસ સેન્ટર ચાલુ થતાં તેઓને વહેલા તકે અને ખુબ સારી સુવિધાઓ સાથે તેઓની બિમારીનો ઇલાજ હવે નજીકમાં જ મળી શકશે. તેવા ઉપદેશની સાથે સરકારી દવાખાના માં આ ડાયાલિસિસ સેન્ટરની શરૂઆત કરવામાં આવી છે.

ડભોઇના નસીમબેન યુસુફભાઇ સલાટ જેઓ પાછલા ચાર વર્ષ જેટલા સમયથી આ બિમારીની સારવાર માટે વડોદરા જઈ રહ્યા હતા. પરંતુ હવે તેઓને ડાયાલિસિસ ડભોઇમાં જ કરી આજરોજ સરકારી દવાખાના ખાતે પ્રથમ ડાયાલિસિસ કરવામાં આવ્યું હતું. દર્દી પાસેથી જાણવા મળ્યું હતું કે સુવિધાઓ ખુબ સારી હતી અને દરેક પ્રકારની વ્યવસ્થા સારી છે. તેઓનું ડાયાલિસિસ ડો. નિકુંજ વરીયા દ્વારા કરવામાં આવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here