વાંસદાના ધારાસભ્ય ઉપર થયેલા હુમલાના વિરોધમાં ડભોઈ કોંગ્રેસ દ્વારા ડભોઈ મામલતદારને આવેદન આપવામાં આવ્યું

ડભોઇ, (વડોદરા) સરફરાઝ પઠાણ :-

ધારાસભ્ય અનંત પટેલ ખેરગામ ખાતે એક કાર્યક્રમમાં હાજરી આપવા જતા હતા, તે સમયે અસામાજિક તત્વો દ્વારા તેમના ઉપર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો

વાંસદાના ધારાસભ્ય અનંતભાઈ પટેલ ઉપર અસામાજિક તત્વોએ કરેલા હિંસક હુમલાના વિરોધમાં તા. ૧૧ ઓગસ્ટના રોજ ડભોઈ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ડભોઈ સેવાસદન ખાતે મામલતદાર સી.વી.ચોધરી ને આવેદન પત્ર પાઠવવામાં આવ્યુ છે.

વાંસદા- ચીખલીના કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ તા. ૦૮/૧૦/૨૦૨૨ ના રોજ ખેરગામ ખાતે એક કાર્યક્રમમાં હાજરી આપવા જતા હતા ત્યારે ખેરગામના મેઈન બજારમાંથી પસાર થઈ રહ્યા હતા તે સમયે કેટલાક અસામાજીક તત્વો દ્વારા ધારાસભ્ય અનંત પટેલ ઉપર હિચકારો હુમલો કરવામાં આવ્યો હતો આ હુમલામાં તેમના માથાના ભાગે ઇજા થઇ હતી અને તેમની ગાડીમાં પણ તોડફોડ કરી નુકશાન કરવામાં આવ્યું હતું ત્યારે આ ઘટનાના વિરોધમાં તા.૧૧-૧૦-૨૦૨૨ ના રોજ ડભોઈ કોંગ્રેસ સમિતિના કાર્યકરો દ્વારા આવેદન પત્ર આપવામાં આવ્યું હતું સાથે કોંગ્રેસ પક્ષ ના કાર્યકરો દ્વારા આ ઘટના અંગે તાકીદે તપાસ હાથ ધરી દોષિતો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેમજ ભવિષ્ય માં આવી ઘટના ફરી ના બને તે માટે અગમ્ય ચેતવણી રૂપ પગલા લેવામાં આવે જો આવું કરવામાં નહીં આવે તો અને ડોશી તો સામે સત્વરે કાયદાકીય પગલાં લેવામાં નહીં આવે તો કોંગ્રેસ પક્ષ દ્વારા વધુ આક્રમક કાર્યક્રમો યોજવામાં આવશે તેવું આવેદનપત્રમાં દર્શાવ્યું હતું

જ્યારે આ કાર્યક્રમમાં ડભોઈ તાલુકા કોંગ્રેસ સમિતિ ના પ્રમુખ ભૂપેન્દ્ર ભાઈ પટેલ,સુધીર ભાઈબારોટ,આદિવાસી જિલ્લા પ્રમુખ મણીભાઈ વસાવા,બક્ષીપંચ જિલ્લા પ્રમુખ જયેશ ઠાકોર,નિલેશ ઠાકોર,ઘનશ્યામ પંડ્યા સહિત કોંગ્રેસ પક્ષના અન્ય આગેવાનો તેમજ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here