રાજપીપળા ખાતે ખેતીના કામ માટે મિત્ર પાસે ઉછીના રૂ 5 લાખ લઇ પરત ના કરનાર ઈસમને અદાલતે સજા ફટકારી

રાજપીપળા, (નર્મદા)-આશિક પઠાણ :-

ઉછીના લીધેલા રૂપિયા ના બદલે ચેક પરત ફરવાના કેસ માં આશાપુરી માતા ના મંદિર પાસે રહેતા રાજપીપળા નાં રહીશને એક વર્ષની સજા સાથે નાણાં ચૂકવવાનો હુકમ

રાજપીપળા માં ચેક પરત ફરવાના કેસ માં અદાલતે એક શખ્સ ને સજા ફટકારતાં ખોટા ચેક આપી છેતરપીંડી અને વિશ્વાસઘાત કરતા લોકો માં ફફડાટ ફેલાયો

મળતી વિગતો મુજબ તેજસકુમાર પ્રહલાદભાઈ પટેલ રહે. રોયલ સનસીટી વડીયા, તા. નાંદોદ, જી. નર્મદા નાઓ
વેપાર તથા ખેતી કામ કરે છે જ્યારે નગીનભાઈ દેસાઈ ભાઈ પટેલ,રહે.આશાપુરી માતા,રાજપીપલા, તા.નાંદોદ, જી. નર્મદા તેજસભાઇ નાં સારા મિત્ર થતા હોઈ ઓગષ્ટ- ૨૦૧૮ માં નગીન પટેલે તેજસભાઇ ને જણાવેલ કે, તેમને તાત્કાલિક ખેતીના કામે નાણાકીય જરૂરીયાત હોય તેજસભાઇ પાસે રૂ. 5 લાખ પુરાની હાથ ઉછીની રકમ આઠ માસના વાયદે માગેલ અને ચેક આપવાની તૈયારી બતાવેલ અને જણાવેલ કે, એપ્રિલ-2019 મા શેરડીનું સુગર ફેક્ટરી માથી પેમેન્ટ આવશે એટલે આ નાણા પરત કરી દઈશ તેમ કહેતા તેજસભાઇ એ મિત્ર ને મદદરૂપ થવાના સારા ઈરાદાથી નગીન પટેલ ને રૂ. 5 લાખ હાથ ઉછીના રોકડા આઠ માસના વાયદે આપેલા જેની સામે નગીન પાટેલે ચેક આપેલ પણ આ ચેક ભરૂચ ડીસ્ટ્રીકટ કો.ઓ.બેંક રાજપીપલા શાખામા જમા કરાવતા તે ચેક ખાતા માં ભંડોળ ન હોવાને કારણે તાઃ18/4/2019 ના રોજ પરત ફરેલો,આમ નગીન પટેલ એ જાણી બુઝીને તેજસભાઇ ને રકમ ચૂકવવી ન પડે માટે ખોટા ચેક લખી આપી છેતરપીંડી, વિશ્વાસઘાત કરતા આં મુદ્દે તેજસ પટેલ એ વકીલ દ્વારા નોટીસ આપવા છતાં નગીન પટેલ દ્વારા રકમ પરત નહિ મળતાં આ કેસ રાજપીપળા કોર્ટ માં ચાલી જતાં ફરિયાદ કરનાર તેજસ પટેલ નાં વકીલ પ્રતિકભાઇ એ. પટેલ દ્વારા રજૂ કરાયેલા પુરાવા અને ધારદાર દલીલો ને સાંભળી અદાલતે નગીન પટેલ ને એક વર્ષની સાદી કેદની સજા નો હુકમ કર્યો હતો અને નગીન પટેલે ફરીયાદીને વળતર પેટે રૂ.5 લાખ 60 દિવસ મા ચુકવી આપવા અને જો વળતરની રકમ ચુકવવામા નગીન પટેલ કસુર કરે તો વધુ 6 માસની સાદી કેદની સજા ભોગવવાનનો કોર્ટે હુકમ કરતા ખોટા ચેક આપી લોકો સાથે છેતરપીંડી અને વિશ્વાસઘાત કરતા અન્યો માં ફફડાટ ફેલાયો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here