બોડેલીના શાકમાર્કેટ વિસ્તારમાં સોનીની દુકાનમાં થઇ હાથ ચાલાકી : ૩૫ ગ્રામ સોનુ લઇ ગઠીયો ફરાર

બોડેલી,(છોટા ઉદેપુર) ઈમ્તિયાઝ મેમણ

બોડેલીના શાક માર્કેટ વિસ્તારમાં આવેલ સુહાની જવેલર્સ નામની દુકાને ગ્રાહક ના સ્વાંગમા આવેલા અજાણ્યો ઇસમ ડબ્બીમાં મુકેલ ૩૫ ગ્રામ જેટલુ સોનુ લઇ ફરાર થઈ જવાની બનેલી ઘટનાથી સમગ્ર વિસ્તારમાં હાહાકાર મચી જવા પામ્યો હતો.

મૂળ બનાસકાંઠાનાં ડીસાના રહેવાસી માલી કાંતિભાઈ ખેંગારજી જેઓની સુહાની જવેલર્સ નામની દુકાન બોડેલીનાં ભરચક એવાં શાકમાર્કેટ વિસ્તારમાં આવેલી છે, ગઈકાલે સાંજના સમયે તેઓ તેમના ભત્રીજા નિતીનકુમાર ચેનાજી ને દુકાન પર બેસાડી કોઇ કામ અર્થે બહાર ગયા હતા તે દરમિયાન એક અજાણ્યો ઇસમ તેમની દુકાનમાં પહોંચી જઈ અને મારે બે ગ્રામ નું માદરીયુ જોઇએ છે તેમ કહી માદરીયુ માગ્યુ હતુ ત્યાર બાદ તેણે કહ્યુ કે મારે અંદર નાંખવા થોડુ સોનુ પણ જોઇએ છે અને તે પણ દાનમાં, આ ઇસમે દાનમાં સોનુ માંગતા દુકાન પર બેઠેલા નિતીનભાઈ એ તેના કાકા કાંતિભાઇને ફોન કરી હકીકત જણાવતાં કાકા કાંતિભાઈ એ કહ્યુ કે તું હમણા કશું બતાવીશ નહીં, હું આવુ છું.. પણ ગ્રાહકનાં સ્વાંગમાં આવેલા ઇસમે બે પાંચસો ની નોટ જે નિતીન ને આપી હતી એટલામા નિતીન ને કઇ થવા લાગ્યુ અને આ અજાણ્યો ઇસમ સોનાના દાગીના ડબ્બીમાં મુકેલ અલગ અલગ સોનાની બુટી તેમજ કડી તેમજ સોનાનું પેન્ડલ તેમજ નાકમાં પહેરવાની વાળી મળી કુલ ૩૫ ગ્રામ વજનની કિંમત ૧,૨૦,૦૦૦ ચોરી કરી ફરાર થઈ ગયો હતો..

ભરબજારમા અને સાંજના સમયે બનેલા બનાવના પગલે ઘટના સ્થળે લોકટોળા ઉમટી પડયા હતા ઘટનાની જાણ પોલીસ ને થતા બોડેલીનાં પીએસઆઇ એ.એસ‌.સરવૈયા સાથી પોલીસ કર્મીઓ સાથે ઘટના સ્થળે દોડી ગયા હતા અને બનાવ અંગેની હકીકત જાણી સોના નાં દાગીના નો ડબ્બો લઇને નૌ દો ગ્યારહા થઈ ગયેલા અજાણ્યો ઇસમ કે જે દુકાનમાં લગાવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયેલ હોય તેનાં આધારે અજાણ્યા ઈસમ ની શોધખોળ શરુ કરી હતી.

દુકાન માં સી.સી ટી.વી. કેમેરા લગાવેલા હોય સમગ્ર ઘટના સી.સી ટી.વી કેમેરામા કેદ થઈ ગઇ હતી દુકાનદાર નો ભત્રીજો બેહોશ થઈ જતા સારવાર અર્થે બોડેલી ની ખાનગી હોસ્પિટલ ખાતે લઇ જવાયો હતો તેની પર કોઇ કેમીકલ નંખાયું કે નોટ પર કેમીકલ હતુ કે આઘાત ના કારણે બેહોશ થયો ? એ હાલ ચર્ચાની એરણે છે અને એ બાબત તપાસ નો વિષય છે.

હાલ તો આ મામલે છોટાઉદેપુર જિલ્લાના નાયબ પોલીસ અધિક્ષક એ.વી. કાટકડએ પણ બનાવવાની જગ્યા પર દોડી આવ્યા હતા અને સી.સી ટીવી કુટેજ ના આધારે ભરબજારમાં બનેલ ઘટનાની હકીકત માહિતી મેળવી હતી. આ સમગ્ર મામલે માલી કાંતિભાઈ ખેંગારજી બોડેલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

બોડેલીના શાકમાર્કેટ જેવા ભરચક વિસ્તાર માં બનેલી ઘટનાને લઇ તાલુકા સહિત જિલ્લામાં ચકચાર મચી જવા પામી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here