ડભોઇ : બાઇકની પેટ્રોલ ટાંકીમાં ચોર ખાનું બનાવી સંતાડી લઇ જવાતો દારૂ ઝડપી પાડયો

ડભોઇ,(વડોદરા) સરફરાઝ પઠાણ :-

ચાંદોદ પોલીસ સ્ટેશન દ્વારા વાહન ચેકિંગ દરમિયાન ડભોઇ તાલુકાના તેન તળાવ નર્મદા કેનાલ પર વાહન ચેકિંગ માટે પોલીસ સ્ટાફ ઉભો હતો તે દરમિયાન હીરો હોન્ડા પેશન પ્રો બાઇકનો ચાલક પોલીસને જોઇ મોટરસાયકલ મૂકી મકાઈના ખેતરમાં ભાગી છૂટ્યો હતો. વાહન છોડી ભાગી છૂટ નાર ને પોલીસે તેનો પીછો કર્યો હતો. પરંતુ નહીં મળતા પોલીસે બાઈક ની તપાસ કરતા બાઈક ની પેટ્રોલની ટાંકીમાં ચોરખાનું બનાવીને ભારતીય બનાવટ નો વિદેશી દારૂની 750 મીની પ્લાસ્ટિકની બોટલો નંગ 15 સંતાડેલ મળી આવી હતી. દારૂની હેરાફેરી માટે અજમાવવામાં આવતા આવા નવા કિમિયા થી પોલીસને પણ આશ્ચર્ય થયું હતું. દારૂ ની કુલ કિંમત રૂપિયા 7875 તથા ૧૨૦૦૦ની બાઈક મળી કુલ રૂપિયા 19875 ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરી અજાણ્યા ઈસમ વિરુદ્ધ પ્રોહિબિશનનો ગુનો નોંધી દારૂ હેરાફેરી કરનાર ઈસમને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here