ગોધરા,(પંચમહાલ) અબ્દુલ્લા પંજાબી :-
સતર્કતા પૂર્વક પેટ્રોલિંગ કરી રહેલ પોલીસ ખરા સમયે ઘટના સ્થળે પોહચી જતા અસામાજિક તત્વો નાસી છૂટ્યા…
ગોધરા નગરના શાંતિપ્રિય માહોલમાં અશાંતિ ફેલાવવાનો કૃત્ય કરનાર લુખ્ખા તત્વો પોલીસની રડારમાં….
મળતી માહિતી મુજબ શહેરા નગરથી પોતાનું ધંધાકીય કામકાજ પુરુ કરી રાબેતા મુજબ પોતાના ઘરે પરત ફરી રહેલા ગોધરાના એક મુસ્લિમ યુવાન પર છબનપુર ચોકડી પાસે હુમલો કરાયો હોવાની ઘટના સામે આવી છે. ગોધરા નગરમાં રહેતો અને શહેરા ખાતે લેથ માસીનરીનું કામ કરી પોતાનું પેટીયું રડતો એક મુસ્લિમ યુવાન રાબેતા મુજબ પોતાનું કામકાજ પૂર્ણ કરી ગોધરા પરત આવી રહ્યો હતો એ દરમિયાન છબનપુર ચાર રસ્તા પાસે વગર વાંકે તકરાર ઉભી કરી અન્ય સમાજના ચારથી વધુ અસામાજિક તત્વોએ યુવાન પર જીવલેણ હુમલો કર્યો હતો, અને મનફાવે એ રીતે માર મારી રહ્યા હતા ત્યારે પોલીસ પેટ્રોલિંગ વાન ઘટના સ્થળે પોહચી જતા હુમલા ખોરો નાસી છુટ્યા હતા. અને પોલીસ દ્વારા સમય સુચકતા દાખવી તાત્કાલિક ઈજાગ્રસ્ત યુવાનને સારવાર અર્થે ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યો હતો. સમગ્ર ઘટના ને ધ્યાને લઇ પોલીસના ઉચ્ચ અધિકારીઓએ ફરિયાદ લેવા માટે આદેશ કર્યા છે ત્યારે બીજી બાજુ પોલીસ પ્રશાસન દ્વારા આ સમગ્ર ઘટના બાબતે ખોટી અફવાઓ ન ફેલાવવા માટે પ્રજા ને આહવાન કરાયું છે.