જેતપુર પાવી ગામ ખાતે લક્ષ્મી બેંકની ચુંટણીમા રાજકીય રંગ જામ્યો…

પાવીજેતપુર, (છોટાઉદેપુર) મુઝફ્ફર ધાબાવાલા :-

મળતી માહિતી અનુસાર છોટાઉદેપુર જિલ્લાના જેતપુર પાવી ગામ ખાતે શ્રી લક્ષ્મી કો ઓપરેટિવ સોસાયટી બેંકની 21 ઉમેદવારોની શ્રીમતી વી આર શાહ સાર્વજનિક હાઈસ્કૂલ ખાતે ચુંટણી યોજાઈ હતી. જેમા 11 ઉમેદવારોને વીજેતા જાહેર કરવામા આવ્યા હતા. જેમા પ્રથમ…
ક્રમાંક ( શ્રી રાજેશકુમાર રશીકલાલ શાહ – 809 મત ( 2 ) શ્રી જયેશકુમાર કાંતિલાલ ચંદારાણા – 789 મત ( 3 ) શ્રી હિરેનકુમાર શૈલેષભાઈ શાહ – 777 મત ( 4 ) શ્રી નિલેશકુમાર નગીનલાલ શાહ – 775 મત ( 5 ) શ્રી પરફુલચંદ્ર મણીલાલ શાહ – 726 મત ( 6 ) શ્રી દિપેનકુમાર કમલેશભાઈ શાહ – 718 મત ( 7 ) શ્રી જીતેન્દ્રકુમાર ફોગટભાઈ પટેલ – 706 મત ( 8 ) શ્રી મીતેષકુમાર ભાઈલાલભાઈ પટેલ – 679 મત ( 9 ) શ્રી બીરેનકુમાર દિનેશચંદ્ર શાહ – 627 મત ( 10 ) શ્રી હિતેશકુમાર કાંતિલાલ શાહ – 589 મત તથા ( 11 ) શ્રી અલીહુશૈન અબ્બાસભાઈ બાટા -588 મત સાથે આમ 11 ઉમેદવારો ને વીજેતા જાહેર કરાતા ઉમેદવારો તથા પરીવાર જનો તેમજ ઉમેદવારોને ચાહવા વાળાઓ મા ખુશી નો માહોલ સર્જાય ગયો હતો. તેમજ ફટાકડા ફોડી આતશબાજી સાથે એક બીજા ઉમેદવારો ને અભિનંદન પાઠવવા મા આવ્યા હતા. તેમજ મીઠાઈઓ વહેચી ખુશી મનાવવા મા આવી હતી. તેમજ શાંતિ પુરવક માહોલ મા ચુંટણી સંપન્ન થઈ હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here