બનાસકાંઠા : ફોરણા ક્લસ્ટર કક્ષાએ crc સાહેબ કૃપાલસિંહની અધ્યક્ષતા હેઠળ કલસ્ટરની તમામ શાળાઓ વચ્ચે પુસ્તક વાચક તરીકે પુસ્તક સમીક્ષાની સ્પર્ધા યોજાઈ

ડીસા,(બનાસકાંઠા) અંકુર ત્રિવેદી :-

આજરોજ ફોરણા ક્લસ્ટર કક્ષાએ crc સાહેબ કૃપાલસિંહ ની અધ્યક્ષતા હેઠળ કલસ્ટરની તમામ શાળાઓ વચ્ચે પુસ્તક વાચક તરીકે પુસ્તક સમીક્ષાની સ્પર્ધા યોજાઈ ગઈ જેમાં જસાલી શાળા એ એકવાર ફરી ઝળહળતી સફળતા મેળવતા ધો-8માં પ્રથમ ક્રમાંકે રબારી ક્રિના,ધો-7માં પ્રથમ ક્રમાંકે પંચાલ ખુશી અને ધો-6માં બીજા ક્રમાંકે ચૌધરી બંસરી આવેલ છે.જસાલી શાળાની ત્રણે બાળાઓને જસાલી પ્રા.શાળા તરફથી આચાર્ય સાહેબ તથા સ્ટાફ ગણ તેમજ સમગ્ર ગામ વતી ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવીએ છીએ.
તમામ બાળકોના માર્ગદર્શક શિક્ષક તરીકે ભાષા શિક્ષક લક્ષ્મણભાઇ માણેકપુરા (જસાલી પ્રા.શાળા) ને અઢળક શુભેચ્છાઓ.છેલ્લા ચાર વર્ષથી જુદી જુદી દરેક સ્પર્ધાઓમાં જસાલી પ્રા.શાળાના બાળકો સફળતાનાં શિખરો સર કરી રહ્યા છે અને સરકારી શાળાઓનું સ્થાન હવે અલગ જગાએ છે એ યથાર્થ પુરવાર કરી રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here