જેતપુર પાવીના તળાવને પ્રવાશન સ્થળ તરીકે વિકસીત કરી વચ્ચે સ્વામી વિવેકાનંદનું સ્ટેટયું બનવવા ગ્રામ પંચાયતની માંગ…

પાવીજેતપુર,(છોટાઉદેપુર) મુઝફ્ફર ધાબાવાલા :-

આમ જનતા દ્વારા પણ સરકારને કરવામાં રજુઆત

જેતપુર પાવીએ નેશનલ હાઇવે રોડ પાસે સ્ટેટ વખતનું ૫૨ એકર જેટલું મોટું તળાવ આવેલું છે. જેમાં વર્ષો પહેલા સ્વામિનારાયણ સંપ્રદાય, શંકરટેકરી મંદિર, કબ્રસ્તાન, બ્લોક હેલ્થ ઓફીસ જેવી સરકારી કચેરીઓને જગ્યા ફાળવ્યા બાદ પણ આજે અંદાજીત ૩૦ થી ૩૫ એકર જેટલી જગ્યામાં આજે પણ તળાવ અસ્તિત્વમાં છે. આ તળાવને પ્રવાશન સ્થળ તરીકે વિકસીત કરી વચ્ચે ૧૦૮ ફુટ ઉંચુ સ્વામી વિવેકાનન્દજી નું સ્ટેટયું બનવવા માટે જેતપુર ગ્રામ પંચાયત દ્વારા કલેકટર, છોટાઉદેપુરને રજુઆત કરવામાં આવી છે. આ તળાવની પાસે ગ્રામ પંચાયત દ્વારા દેશનું પહેલું પંચાયત લેવલનું એન્જોય પાર્ક, બગીચો, દેશનો પંચાયત કક્ષાનો સૌથી1 ઊંચો રાષ્ટ્રધ્વજ પોલ, ઇન્ડોર – આઉટ ડોર જીમનેશિયમ બનાવવામાં આવ્યું છે.પાછળ ઓરસંગ નદી કિનારે વર્ષો જુનું શંકર ટેકરી મંદિર આવેલું છે ત્યારે, આજુબાજુના ગામોના અન્ય લોકો પણ હરવા – ફરવા તરીકે આ જગ્યા માટે આવી રહ્યા છે. ગ્રામ પંચાયત દ્વારા રજુઆત કરવામાં આવી છે કે, અમારા વિસ્તારમાં મોટા ઉધોગો કે જીઆઇડીસી આવેલ નથી. લોકો રોજી રોટી મેળવવા માટે અન્ય જગ્યાઓ એ હિજરત કરવી પડે છે ત્યારે આ તળાવને પ્રવાશન સ્થળ તરીકે વિકસીત કરવામાં આવેતો રોજગારીમાં પણ વધારો થાય તેમ છે. પ્રાપ્ત થતી માહિતી અનુસાર છેલ્લા ૨ કરતા વધુ સમયથી આ સર્વે નંબર ૨૩/૧ પરના તળાવને પ્રવાશન સ્થળ તરીકે વિકસીત કરવાની દરખાસ્ત કલેકટર કચેરી, છોટાઉદેપુર માં પડેલી છે પરંતુ પ્રવાશન કમિટીની મિટિંગ ન થવાના કારણે આ દરખાસ્ત પેન્ડિંગ લેવલે પડી છે. આવનાર ૧૧ તારીખ ના રોજ જ્યારે પ્રવાશન કમિટી, છોટાઉદેપુરની મિટિંગ મળનાર છે ત્યારે આ વિસ્તારની જનતામાં પ્રચંડ માંગ ઉઠવા પામી છે કે આ દરખાસ્તનો ઠરાવ કરી સરકારમાં મંજુરી અર્થે મોકલવામાં આવે. છોટાઉદેપુર જિલ્લાના કવાંટ, છોટાઉદેપુર, સંખેડા, બોડેલી જેવા અન્ય તાલુકામાં પ્રવાશન સ્થળો વિકસીત કરવા માટે મજુરી મળી છે ત્યારે જેતપુર પાવી તાલુકામાં પ્રવાશન સ્થળ તરીકેની આજદિન સુધી એક પણ મંજુરી મળેલ નથી. આમ જનતા દ્વારા પણ સરકારના પ્રવાસન મંત્રીને https://forms.gle/R1C8zW5gGgU643sF6 લિંક ઉપર ઢગલો બંધ રજુઆત અને ફરિયાદ સ્વરૂપે માંગણી કરવામાં આવી છે ત્યારે, મુખ્યમંત્રી કાર્યાલય અને પ્રવાશન વિભાગ, ગાંધીનગર દ્વારા પણ સદર કામની દરખાસ્તને છોટાઉદેપુર જિલ્લાની પ્રવાસન કમિટીમાં ઠરાવ કરી મંજુરી અર્થે મોકલી આપવા જણાવવામાં આવેલ છે. સંસદસભ્ય ગીતાબેન રાઠવા દ્વારા પણ તીનબત્તી વિસ્તારના જાહેર કાર્યક્રમમાં પ્રજાને વચન અને ખાત્રી આપવામાં આવી હતી ત્યારે, જનતાની માંગ ઉઠી છે કે તારીખ ૧૧ માર્ચની જિલ્લા પ્રવાશન કમિટીની મિટિંગમાં સર્વસંમતિથી આ ઠરાવ પાસ કરી વહેલીતકે મંજૂરી અર્થે સરકાર માં મોકલવામાં આવે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here