નસવાડી તાલુકાના વાંકીખાખર પ્રાથમિક શાળાના નશાની હાલતમાં ચકડોળે ચઢેલા શિક્ષકને ફરજ મોકૂફ કરાતા અન્ય નશેડી બાબુઓમાં ફફડાટ…

નસવાડી,(છોટાઉદેપુર) જાવેદ એન કુરેશી :-

નસવાડી તાલુકાની તણખલા ગ્રુપ શાળા ની વાંકીખાખર ના શિક્ષકનો વીડિયો સોસીયલ મીડિયા પર વાયરલ થયો હતો તેના પર તંત્ર દ્વારા એકશન લેવામાં આવીછે શિક્ષકે 25 ફેબ્રુઆરીના રોજ શાળામાં નશો કરી આવ્યા હતા અને હંગામો મચાવ્યો હતો અને નશાની હાલતમાં શાળા ખાતે આવ્યા હતા અને એમને ઉભા રહેવાનો પણ ભાન ન હતું અને શાળાના કમ્પાઉન્ડમાં આડોટતા વીડિયોમાં કેદ થાયા હતા એ બાબતે ગ્રામજનો એ ફરિયાદ કરી હતી અને નસવાડી ખાતે ફોન દ્વારા જાણ કરવામાં આવી હતી અને તંત્ર એ વાંકીખાખર શાળા માં દોડ મૂકી હતી અને શિક્ષક નશાની હાલત માં મળ્યા હતા અને નસવાડી તંત્રએ ઉપર જાણ કરી હતી અને એ ઘટના ને લઈ શિક્ષકને ફરજ મોકૂફ કરવામાં આવ્યા છે અને કવાંટ મોટી ચીખલી શાળામાં એમને મુકવામાં આવ્યા છે અને નશાની લત ના વીડિયો વાયરલ થયા હતા અને શિક્ષણાધિકારી એ આ શિક્ષક સામે લાલ આંખ કરી એમને ફરજ મોકૂફ કરવામાં આવ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here