છોટાઉદેપુર જિલ્લામાં પ્રથમવાર નવ નિયુક્ત જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા વિદ્યાર્થી કાઉન્સેલિંગ સેન્ટર શરૂ કરાયું

પાવીજેતપુર,(છોટાઉદેપુર) મુઝફ્ફર ધાબાવાલા :-

પ્રાપ્ત વિગતો અનુસાર આગામી ટૂંક સમયમાં બોર્ડ દ્વારા લેવાનાર ધો. 10 અને 12 ની જાહેર પરિક્ષા સંદર્ભે કોરોના કાળ ના માઠા પરિણામ સ્વરૂપે વિદ્યાર્થેઓમાં પરિક્ષાનો ડર, આત્મવિશ્વાસ નો અભાવ, યાદ નથી રહેતું, વાંચવું નથી ગમતું આવી અનેક સમસ્યાઓ જોવા મળે છે. જેથી નવ નિયુક્ત જિલ્લા શિક્ષણાધિકારી સુશ્રી ક્રિષ્ના પાચાણી એ વિદ્યાર્થીઓ પુરેપુરા આત્મવિશ્વાસ સાથે અને નિર્ભયપણે પરિક્ષા આપી જવલંત સફળતા મેળવે તેવા ઉમદા હેતુ સર વિદ્યાર્થી કાઉન્સેલિંગ સેન્ટર શરૂ કર્યું. જેમાં જિલ્લાના કુલ 10 મર્ગદર્શક ના નામ અને મોબાઈલ નંબર આપવામાં આવ્યા છે. જે નંબર વિદ્યાર્થી ગમે ત્યારે ફોન કરી માર્ગદર્શન મેળવી શકશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here