ચલાલી ગામમાં નાતાલના તહેવાર નિમિત્તે ખ્રિસ્તી સમુદાયના નાગરિકો દ્વારા નાતાલ પર્વ ની ઉજવણી કરવામાં આવી

કાલોલ, (પંચમહાલ) મુસ્તુફા મિર્ઝા :-

કાલોલ તાલુકાના ચલાલી ગામમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ નાતાલ ના તહેવાર નિમિત્તે ખ્રિસ્તી સમુદાય ના નાગરિકો દ્વારા ખૂબજ ઉત્સાહ પૂર્વક નાતાલ પર્વ ની ઉજવણી કરવામાં આવી હતી અને ખ્રિસ્તી ધર્મ ના નાગરિકો ચર્ચ માં જઈ ઈસુ ખ્રિસ્ત ની આરાધના તથા પ્રાર્થના કરવામાં આવી હતી ચર્ચ ને રંગબેરંગી રોશનીથી શણગારવામાં આવ્યું અને રંગબેરંગી કાગળો નું તોરણ બાંધવામાં આવ્યું ચલાલી ગામમાં નાતાલ પર્વ ની ખૂબજ આનંદ અને ઉત્સાહ પૂર્વક શાનદાર ઉજવણી કરવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here