નસવાડી : સંખેડાના મંગલ ભારતી પાસે એકજ પરિવારના સભ્યોને નડ્યો અકસ્માત દસ માસના માસૂમ બાળકનું સ્થળ પર જ મોત

નસવાડી,(છોટાઉદેપુર) જાવેદ એન કુરેશી :-

રિક્ષાને ટક્કર મારી ડમ્ફર ચાલક ફરાર

ગંભીર રીતે ઈજાગ્રસ્ત હાલતમાં લોકો ને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં

છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના મંગલભારતી પાસે વડોદરાના એકજ પરીવારના છ વ્યક્તિઓ લગ્ન પ્રસંગમાં જઇ રહેલા પરિવાર ને સામે થી આવી રહેલા સિમેન્ટના ટેન્કરના ડ્રાઈવરે ગફલતભરી રીતે હંકારતા રિક્ષા ને અડફેટેલેતા રિક્ષામાં સવાર મુસાફરો ને રોડ ઉપર ફગોડી દીધા હતા. અને રીક્ષાનો પણ કચરઘાણ વાડી દીધો હતો અને અકસ્માત સર્જાતા ની સાથે ટેન્કર ચાલક ટેન્કર છોડી નાસી જવામાં સફળ થયો હતો.

સંખેડા તાલુકાના મંગલ ભારતી પાસે રીક્ષા અને ડમ્ફર વચ્ચે અકસ્માત સર્જાયો જેમાં રીક્ષા માં નાનો બાળક નામે અબ્દુલ અહદ ફક્ત 10 મહિના ના બાળક નું ઘટનાસ્થળે જ મૃત્યુ નીપજ્યુ હતું.જ્યારે રીક્ષા માં સવાર ઇજાગ્રસ્ત પૈકી સલીમભાઈ પઠાણ, ,ઈરફાનભાઈ, સઈદાબેન,,, સાયરાબાનું મો.ખલીલ શેખ.અકસાબાનું મો ખલીલ શેખ,,આયેશાબાનું ઈરફાનભાઈ શેખ આ 6 વ્યક્તિઓને ઇજાઓ થઇ હતી જેમાં ત્રણ વ્યક્તિઓને ગંભીર ઇજાઓ થતા ડભોઇ અને વડોદરા ખેસાડ્યા છે .આ તમામ લોકો વડોદરા ના નાલબન્દવાળા ના રહેવાસી છે તેઓ એક લગ્ન પ્રસનગે બોડેલી જવા રીક્ષા લઈ નીકળ્યા હતા જે મંગલભારતી પાસે સિમેન્ટના મિક્સર ટેલરે અડફેટમાં લીધા.આ ડમ્પર ચાલક સ્થળ પર મૂકી ભાગી ગયો હતો.આ અકસ્માત થતાંજ આસપાસના લોકો આવી પહોંચ્યા હતા અને ૧૦૮ એમ્બ્યુલન્સ અને પોલીસ ને ફોન કરવામાં આવ્યો હતો સંખેડા પોલીસ સ્થળ પર પહોંચી ગઈ હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here