બનાસકાંઠા : સ્વખર્ચે અને પોતાના દ્વારા વાહનની વ્યવસ્થા કરી કીટ વિતરણ વ્યવસ્થા કરવામાં આવતા આંગણવાડી કેન્દ્રોની સંચાલકોમાં આક્રોશ…

ડીસા,(બનાસકાંઠા) જાનવી રામાનંદી :-

દેશમાંથી કુપોષણ દૂર કરવા અને બાળ મૃત્યુદર ઘટાડવા માટે આંગણવાડી મારફતે સરકાર દ્વારા કીટ વિતરણ કરવામાં આવે છે જે કીટ આંગણવાડી કેન્દ્રો સુધી પહોંચાડવાની જવાબદારી સરકારની હોય છે પરંતુ આ વખતે બે વર્ષના કોરોના મહામારી બાદ ત્રીજી લહેર ઓછી થઈ હોવાથી સરકાર દ્વારા ચોક્કસ ગાઈડ લાઈન મુજબ આંગણવાડી કેન્દ્રો અને નાના ભૂલકાઓ માટે અભ્યાસ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યા છે ત્યારે સરકાર દ્વારા આ વખતે આંગણવાડી કેન્દ્ર સુધી પહોંચાડવાની જવાબદારી સરકારની હોવા છતાં ડીસા તાલુકાના વિવિધ વિસ્તારોમાં આવેલી આંગણવાડી કેન્દ્રોની સરકાર દ્વારા ફાળવવામાં આવેલ કીટ વિતરણ વ્યવસ્થામાં ફેરફાર કરી આ વખતે ડીસા તાલુકાના વિવિધ વિસ્તારોમાં આવેલી આંગણવાડી કેન્દ્ર સુધી પહોંચાડવાના બદલે ડીસાના હાઈવે ઉપર આવેલ હવાઈ પિલર મેદાનમાં સરકાર દ્વારા ફાળવવામાં આવેલ આંગણવાડી કીટ વિતરણ માટે બે કન્ટેનર દ્વારા જથ્થો લાવવામાં આવ્યો છે ત્યારે ડીસા મામલતદાર કચેરીના પરિસરમાં આવેલા આઇ સી ડી એસ ઘટકોમાં કીટ મૂકવાની વ્યવસ્થા ન હોવાથી આંગણવાડી કેન્દ્રોના સંચાલકોને સ્વખર્ચે અને પોતાના દ્વારા વાહનની વ્યવસ્થા કરી કીટ વિતરણ વ્યવસ્થા કરવામાં આવતા આંગણવાડી કેન્દ્રોની સંચાલકોમાં આક્રોશ ભભૂકી ઉઠયો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here