છોટાઉદેપુર : પાવીજેતપુર તાલુકાનો થલકી બસ સ્ટેન્ડ ખંડેર હાલતમાં… જવાબદાર અધિકારીઓના આંખ આડા કાન…

પાવીજેતપુર,(છોટા ઉદેપુર) આરીફ પઠાણ :-

હાલમાં વરસાદી ઋતુ હોવાથી ખંડેર બનીગયેલા બસ સ્ટેન્ડનું વિદ્યાર્થીઓ અને ગ્રામ જનો જીવના જોખમે ઉપયોગ કરવા મજબૂર.કોઇ મોટી દુર્ઘટના થયા બાદ તંત્ર દ્વારાબનાવવામાં આવશે અનેક સવાલો…

પાવીજેતપુર તાલુકા પંચાયતના દંડક અર્જુન રાઠવા ઠલકી, દ્વારા વારંવાર રજૂઆત કરવા છતાં તાલુકાના અધિકારીઓ નું પેટનું પાણી પણ હલતું નથી પદ અધિકારીનું પણ કોઈ અધિકારી સાંભળતા ના હોય તો ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને કેવો પાઠ ભણાવતા હશે આ જાડી ચામડીના અધિકારીઓ અર્જુન રાઠવા….

પાવીજેતપુર તાલુકાના પાવી જેતપુર થી સિહોદ થઈને ઠલકી અને વાઘવા વાંકી ને જોડતો રોડ છે. ત્યાં ઠલકી ગામનું બસ સ્ટેન્ડ ઘણા લાંબા સમયથી ખંડેર હાલતમાં બની જવા પામ્યું છે. તો આ લાંબા સમયથી બસ સ્ટેન્ડ પડી જવાની હાલતમાં હોવા છતાં કોઈ અધિકારીને બસ સ્ટેન્ડ બનાવવામાં કોઈપણ પ્રકારનો રસ નહોવાનું જણાઈ આવે છે. જો પદ અધિકારી ની અવગણના થતી હોય તો આમ આદમી ગરીબ અને મધ્યમ વર્ગના લોકો ને કેવો કડવો અનુભવ થતો હશે ગ્રામજનો અને તાલુકા પંચાયતના અર્જુન રાઠવા નો આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે.
રાજ્ય સરકાર વિકાસની વાતો કરે છે. અને મોટા મોટા વાયદા ઓ કરે છે. તોશું ખાલી કાગળ ઉપર જ વિકાસ થતો હોય એમ લોક મુખે ચર્ચાઈ રહ્યું છે
ગ્રામજનોની માંગ છે કે જાડી ચામડીના અધિકારીઓ ઘોર નિંદ્રામાંથી જાગે અને વહેલી તકે જે આ ખંડેર હાલતમાં બસ સ્ટેન્ડ ઉભુ છે તેને વહેલી તકે બનાવવામાં આવે તો કોઇ મોટી દુર્ઘટના બનતી અટકે એ ગ્રામજનો માંગ કરી રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here