ગોધરા ખાતે પંચમહાલ સાંસદશ્રી રતનસિંહ રાઠોડના અધ્યક્ષસ્થાને જિલ્લા વિકાસ સંકલન અને દેખરેખ નિયંત્રણ (દિશા) સમિતિની બેઠક યોજાઇ

ગોધરા, (પંચમહાલ) ઇશહાક રાંટા :-

આજરોજ કલેક્ટર કચેરી સભાખંડ ગોધરા ખાતે પંચમહાલના સાંસદશ્રી રતનસિંહ રાઠોડના અધ્યક્ષસ્થાને જિલ્લા વિકાસ સંકલન અને દેખરેખ નિયંત્રણ (દિશા) સમિતિની બેઠક યોજાઇ હતી.

આ બેઠકમાં”દિશા”ના અધ્યક્ષશ્રી રતનસિંહ રાઠોડે જણાવ્યું હતું કે, કેન્દ્ર અને ગુજરાત સરકારશ્રીની મનરેગા,નલ સે જલ યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભ મળવાપાત્ર લાભાર્થી કોઈ લાભથી વંચિત ના રહે તથા લાભાર્થીઓને સમયસર નાણાં ચૂકવાય તે અંગે સૂચનો કર્યા હતા.આ સાથે સ્વચ્છ ભારત મિશન,દિન દયાળ અંત્યોદય યોજના, સ્વ સહાય જૂથોને બેંક દ્વારા ધિરાણ,પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના, સંકલિત જળસ્ત્રાવ વ્યવસ્થા કાર્યક્રમ, ઉર્જા વિકાસ વગેરે યોજનાઓ સંદર્ભે થયેલ કામગીરીની સમીક્ષા કરી હતી.

આ બેઠકમાં જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી રેણુકાબેન ડાયરા,ધારાસભ્ય સર્વશ્રી જયદ્રથસિંહ પરમાર,શ્રી સી.કે.રાઉલજી, શ્રીમતી નિમિષાબેન સુથાર,શ્રી ફતેહસિંહ ચૌહાણ,જિલ્લા કલેકટરશ્રી આશિષ કુમાર,જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.કે.બારીયા,અધિક જિલ્લા કલેકટરશ્રી એમ.ડી.ચુડાસમા,જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી,જિલ્લા અને તાલુકા પંચાયતના પ્રમુખશ્રીઓ સહિત જિલ્લાના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here