છોટાઉદેપુર નગરના તમામ ચોક, પ્રતિમાઓ, સ્મારકોને સ્વચ્છ બનાવવાના હેતુથી નગરપાલિકા દ્વારા સાફ સફાઈ કરાઈ

છોટાઉદેપુર, શેખ મુઝફ્ફર નજર :-

સ્વચ્છતા એજ સેવા’ અભિયાન અન્વયે છોટાઉદેપુર શહેરના તમામ મુખ્ય માર્ગો, ચોક, ચાર રસ્તાઓ, મહાનુભાવોની પ્રતિમાઓ, સ્મારકો તેમજ તેની આજુબાજુના વિસ્તારની સાફ-સફાઈ કરવામાં આવી હતી.
‘સ્વચ્છતા એજ સેવા’ અભિયાન હેઠળ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં જિલ્લાના વિવધ સ્થાનો, જાહેર સ્થળો સ્વચ્છ બને તે માટે શહેરના મુખ્ય માર્ગો, બજારો, શાકભાજી માર્કેટ સહિતના પાણીના સ્ત્રોત સ્વચ્છ બને અને ત્યાં ગંદકી ફેલાય નહીં તેમજ પાણી પણ સ્વચ્છ બને તેવા હેતુથી તેમની આજુબાજુના વિસ્તારની સાફ-સફાઈ કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે આજરોજ નગરપાલિકાના વિસ્તારમાં આવેલ બીરસમુંડા મહારાજજી, સરદાર ગાર્ડન સામે આવેલ ગાંધીજીની પ્રતિમા, તેમજ મહિલા પોલીસ સ્ટેશનની સામે તેમજ નગરમાં આવેલ અન્ય પ્રતિમાઓની સાફ સફાઈ કરવામાં આવેલ હતી. નગરપાલિકાના કર્મ્યોગીઓ દ્વારા નગરના લોકોને સ્વરછતા અભયાન અન્વયે જાગૃત કરવામાં આવેલ છે. હજુ આવનારા દિવસોમાં લગભગ ૮ અઠવાડિયા સુધી તમામ વિસ્તારોને કચરા મુક્ત કરી છોટાઉદેપુર જીલ્લાના તમામ સ્થળોએ આવા અભિયાન ચલાવવામાં આવનાર છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here