નર્મદા જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં ચાલી રહી છે નર્મદા મૈયાની પરિક્રમા

રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-

રવિવારની રજામાં વધુ શ્રદ્ધાળુઓ આવતા કોઈ તકલીફ નપડે તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરાયેલી ખાસ વ્યવસ્થા

જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા અલગ અલગ ટીમો બનાવી કરાયેલી દવા વિતરણની વ્યવસ્થા : પદયાત્રીઓ માટે ORS વિતરણ સહિતની સુવિધાઓ : ૧૦૮ તેમજ સ્થાનિક આરોગ્ય કેન્દ્રોની એમ્બ્યુલન્સ અને તબીબોની ટીમ સ્ટેન્ડબાય રખાઈ

શ્રદ્ધાળુઓ માટે તકેદારીના લેવાયેલા વિવિધ પગલાં સાથે અધિકારીઓ-કર્મચારીઓ ખડેપગે

નર્મદા નદી પાર કરવા શ્રદ્ધાળુઓ માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા રેંગણ ઘાટ ખાતે ૧૫ બોટની કરાયેલી વિશેષ સુવિધા : પોલીસ વિભાગ દ્વારા થઈ રહેલી રાઉન્ડ-ધી-ક્લોક સુરક્ષા વ્યવસ્થાની સરાહનીય કામગીરી

સમગ્ર ભારતવર્ષમાં એક માત્ર નર્મદા મૈયાની પરિક્રમા થાય છે. તેમાં પણ ઉત્તરવાહીની પંચકોશીપરિક્રમાનું વિશેષ મહત્વ રહેલું છે. જે નર્મદા જિલ્લામાંથી નર્મદા મૈયા ઉત્તર દિશા તરફ વહેતી હોવાથી ઉત્તરવાહિની નર્મદાની પરિક્રમા થાય છે. તેમાં સામેલથવા માટે દેશભરમાંથી શ્રદ્ધાળુઓ આવે છે. આજે રવિવારે નર્મદા મૈયાની પરિક્રમા અર્થે વધુ શ્રદ્ધાળુઓ આવતાં તેમને કોઈ તકલીફ ન પડે તે માટે જિલ્લા કલેક્ટર શ્રીમતી શ્વેતા તેવતિયાના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વધારાની જરૂરી વ્યવસ્થાઓ કરવામાં આવી છે. શાંતિપૂર્ણ માહોલમાં શ્રદ્ધાળુઓ પરિક્રમા કરી રહ્યા છે. શ્રદ્ધાળુઓને ધ્યાનમાં રાખીને આજે રેંગણ ઘાટ ખાતે વધુ ૧૫ બોટની વ્યવસ્થા કરવામાં આવી છે. સાથે સાથે શ્રદ્ધાળુઓને ઓઆરએસના વિતરણ સાથે વધુ પડતો તડકો હોવાથી જરૂરીરિયાત વાળા શ્રદ્ધાળુઓને જરૂરી પ્રાથમિક ઉપચાર કરવામાં આવ્યો હતો. તિલકવાડા આરોગ્ય વિભાગની ટીમ સ્થળ પર ખડેપગે રહી કામગીરી કરી રહી છે.

આજરોજ રવિવારે જિલ્લા કલેકટર શ્રીમતી શ્વેતા તેવતિયાના માર્ગદર્શન હેઠળ નાંદોદ પ્રાંત અધિકારી, નાયબ પોલીસ અધિક્ષક, નાંદોદ અને તિલકવાડા મામલતદાર, બંને તરફ આરોગ્ય વિભાગની ટીમો, ૧૦૮ અને સ્થાનિક આરોગ્ય કેન્દ્રોની એમ્બ્યુલન્સ વાન સહિત અન્ય અધિકારી-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા વહિવટીતંત્ર દ્વારા રાઉન્ડ-ધ-ક્લોક શ્રદ્ધાળુઓની સુવિધા લક્ષી કામગીરી કરવામાં આવી રહી છે. માત્ર એટલું જ નહીં પણ શ્રદ્ધાળુઓ માટે ઓઆરએસ વિતરણ સાથે જરૂરી એનાઉન્સમેન્ટ માટે માઈક, શ્રદ્ધાળુઓને છાંયડો મળી રહે તે માટે મંડપની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. પરિક્રમા રૂટ પર ઠેર-ઠેર પોલીસના જવાનો શ્રદ્ધાળુઓને મદદરૂપ થઈ રહ્યા છે. હાલમાં પરિક્રમા શાંતિપૂર્ણ માહોલમાં ચાલી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here