આગામી તા.૨૬ એપ્રિલ ૨૦૨૩ના રોજ પંચમહાલ જિલ્લાના તમામ તાલુકાના મામલતદાર કચેરી ખાતે “તાલુકા સ્વાગત કાર્યક્રમ” યોજાશે

ગોધરા, (પંચમહાલ) ઈશહાક રાંટા :-

જિલ્લાના નાગરિકો તા.૧૫ અને ૧૭ એપ્રિલના રોજ ગ્રામપંચાયત ખાતે વિવિધ પ્રશ્નો રજૂ કરી શકશે

પંચમહાલ જીલ્લાના તમામ નાગરિકો જોગ સરકારશ્રીની સુચના મુજબ આગામી તા.૨૬-૦૪-૨૦૨૩ના રોજ ૧૧.૦૦ કલાકે તાલુકા કક્ષાએ મામલતદાર કચેરી ખાતે “તાલુકા સ્વાગત કાર્યક્રમ” – યોજાનાર છે, જેથી જીલ્લાના તમામ નાગરિકોએ તેઓના જે કોઈ પ્રકારના પ્રશ્નો હોય તે પ્રશ્નો સ્વીકારવા માટે જીલ્લા પંચાયતની સીટમાં સમાવિષ્ટ ગામોના નાગરિકોએ નીચે મુજબ નક્કી કરેલ ગ્રામ પંચાયત કચેરીએ સવારના ૧૧.૦૦ કલાકથી બપોરના ૩.૦૦ કલાક સુધીમાં અરજીઓ સ્વીકારવામાં આવશે. અને આ પ્રશ્નોનો નિર્ણય તા.૨૬-૦૪-૨૦૨૩ ના રોજ તાલુકા સ્વાગત કાર્યક્રમમાં કરવામાં આવશે જેની નોંધ લેવા જણાવ્યું છે.

જેમાં તા. ૧૫/૦૪/૨૦૨૩ના રોજ ગોધરા તાલુકાના અંબાલી,ગોલ્લાવ,કાંકણપુર,ઓરવાડા,નંદીસર ખાતે જ્યારે શહેરા તાલુકાના બોરીયા,ધામણોદ,સુરેલી ખાતે મોરવા હડફાના રજાયતા,વંદેલી,સાલિયા ખાતે ઘોઘંબાના ખરોડ,સીમલીયા,વાવકુલ્લી ખાતે હાલોલના કંજરી,તલાવડી અને રવાલિયા ખાતે કાલોલના એરાલ અને પિંગળી જિલ્લા પંચાયત સીટની ગ્રામ પંચાયતો ખાતે અરજીઓ સ્વીકારવામાં આવશે.

તા.૧૭/૦૪/૨૦૨૩ના રોજ ગોધરા તાલુકાના આંગળીયા, જાફરાબાદ, મોટી કાંટડી અને ચંચોપા ગ્રામ પંચાયત ખાતે જ્યારે શહેરા તાલુકાના અણીયાદ,દલવાડા,નાંદરવા અને વાડી ગ્રામ પંચાયત ખાતે મોરવા હડફના મોરા અને મોરવા હડફ ગ્રામ પંચાયત ખાતે ઘોઘંબા તાલુકાના કાનપુર,પાલ્લા અને ઝિંઝરી ગ્રામ પંચાયત ખાતે જાંબુઘોડા ગ્રામ પંચાયત તથા હાલોલના તરખંડા અને શિવરાજપુર ખાતે જ્યારે કાલોલ તાલુકાના બાકરોલ, કરોલી અને વેજલપુર ગ્રામ પંચાયત ખાતે અરજીઓ સ્વીકારવામાં આવશે તેમ જન સંપર્ક અધિકારી ટુ કલેકટરશ્રી પંચમહાલે એક અખબારી યાદીમાં જણાવ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here