છોટાઉદેપુર જિલ્લામાં કાયદાકીય પુસ્તકોથી સજ્જ (લાયબ્રેરી) પ્રથમ બાર એસોસિયેશન બોડેલી બન્યું…

બોડેલી,(છોટાઉદેપુર) એસ વી ચારણ :-

૧ લાખ ૯૦૦૦/- ના કાયદા ના પુસ્તકો તમેજ ૯૦૦૦/- હજાર રુપિયા ની પુસ્તકો મુકવા ની તિજોરી બોડેલી બાર એસોસિયેશન ના પ્રમુખ લલિતચંદ્ર ઝેડ રોહિત અને વિજયકુમાર ઝેડ રોહિત ના પરીવાર તરફથી સપ્રેમ ભેટ આપવામાં આવી

સ્વ હસુમતીબેન ઝવેરભાઈ રોહિત ના સ્મરણાર્થે આ પ્રસંગનું આયોજન કરવામાં આવ્યું આ પ્રસંગ મા મુખ્ય મહેમાન છોટાઉદેપુર ના સિનિયર એડવોકેટ એમ એસ મકરાણી સર તથા સિનિયર એડવોકેટ એ ઝેડ રોહિત સર, વિજયકુમાર ઝેડ રોહિત, ઝવેરભાઈ પરાગભાઇ રોહિત પેરક ઉપસ્થિતી માં જેતપુર પાવી બાર એસોસિયેશન ના પ્રમુખ શ્રી બી કે રાઠવા , તથા મંત્રી શ્રી રાજેશકુમાર કે અમીન તમામ સિનિયર એડવોકેટ શ્રી ઓ અને જુનિયર એડવોકેટ શ્રી ની હાજરીમાં કાર્યક્રમ યોજાયો હતો.
આ કાર્યક્રમ નું સંચાલન સિનિયર એડવોકેટ જે કે અમીન, ઉપપ્રમુખ પી આઈ રોહિત, મંત્રી શ્રી અજયભાઈ શ્રીવાસ્તવ, રંજનભાઇ તડવી, કમલસિહ રાઉલજી, મૌહસીનભાઈ મન્સુરી, અકિતભાઈ લાલા, મિતેશભાઈ ડબગર , તથા બોડેલી બાર એસોસિયેશન ના તમામ હોદ્દેદારો વકીલ મિત્રો એ હાજરી આપી કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here