આગામી નગરપાલીકા માં પાર્ટી માટે કામ કરનારને જ ટીકીટ મળશે *ફતેસિંહ ચૌહાણ કાલોલ ધારાસભ્ય

કાલોલ, (પંચમહાલ) મુસ્તુફા મિર્ઝા :-

કાલોલ તાલુકા અને શહેર મંડળ ભાજપ ની બેઠક કાલોલ કોમ્યુનિટી હોલ ખાતે સોમવારે બપોરે મળી જેમા કાલોલ શહેર અને તાલુકાના ભાજપ નાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને સંગઠન નાં હોદેદારો હાજર રહ્યા હતા કાલોલ નાં ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ પુર્વ ધારાસભ્ય સુમનબેન ચૌહાણ અને જીલ્લા ભાજપ પ્રમુખ અશ્વિન પટેલ શહેર પ્રમુખ ગૌરાંગ દરજી, તાલુકા ભાજપ પ્રમુખ નરેન્દ્રસિંહ ગોહીલ, પ્રદેશ કારોબારી રાજપાલ જાદવ, કાલોલ શહેર ભાજપ પ્રભારી મહેશ હરૂમલાની, ભાજપ મીડીયા કનવિનર રમેશ કોન્ટ્રાકટર,શહેર ભાજપ મહામંત્રી હર્ષ કાછીયા, પ્રતીક શાહ, પાલીકા પ્રમુખ શૈફાલી ઉપાઘ્યાય, પાલિકાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા દીપ પ્રાગટ્ય કરી વંદે માતરમ્ નુ ગાન કરવામાં આવ્યું ત્યારબાદ પુષ્પ ગુચ્છ આપી ધારાસભ્ય અને હોદેદારો નું સ્વાગત કરવામાં આવ્યું પોતાનાં પ્રવચન દરમ્યાન ફતેસિંહ ચૌહાણે કાલોલ નગરપાલીકા ની આગામી ચૂંટણી ને લઈને કાર્યકરો અને આગેવાનોને ને સ્પષ્ટ ચીમકી આપી જણાવ્યુ કે જે કાર્યકરો એ વિધાનસભા ની ચુંટણીમાં ભાજપ માટે મહેનત કરી છે તેમને જ ટિકિટ મળશે જે કોર્પોરેટર ની ફરિયાદો આવી છે જેઓએ ભાજપનું નામ ખરાબ કર્યું હશે તેઓને ટિકિટ મળે નહી કાલોલ શહેર માં જે કોઈ જૂથબંધી છે તેઓને સ્પષ્ટ ચેતવણી આપતા ધારાસભ્યએ જણાવ્યુ હતુ કે જૂથબંધી અને ગ્રુપ વાળા લોકો અપક્ષ લડવાની તૈયારીઓ શરૂ કરી દો ભાજપમાં આવા લોકોની જરૂર નથી અહિયાતો ઓનલી ભાજપ. કાલોલ પાલિકાની ચૂંટણી માટે ગુપ્ત સર્વે કરાવી રહ્યા હોવાની વાત કરતા ઘણા બધા ટિકિટ વાછુઓ માં સોપો પડી ગયો હતો. આ ઉપરાંત સત્તા પર રહેલા કાર્યકરો ને નક્કર કામો કરવા અને સંગઠન નાં કાર્યકરો ને સહકાર આપવા અપીલ કરી છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here