આઝાદીનો અમૃત્ત મહોત્સવ આત્મનિર્ભર ગ્રામરથ યાત્રા… પંચમહાલ જિલ્લા પંચાયતનાં 38 સીટ વિસ્તારમાં વિકાસરથ 3 દિવસ ભ્રમણ કરી યોજનાકીય જનજાગૃતિ ફેલાવશે…

ગોધરા,(પંચમહાલ) ઈશહાક રાંટા :-

જિલ્લામાં રૂ. 103 કરોડથી વધુનાં 4194 વિકાસકાર્યોનું ખાતમુહુર્ત અને લોકાર્પણ થશે

આરોગ્ય રાજ્યમંત્રીશ્રી નિમિષાબેન સુથાર ત્રિમંદિર, ભામૈયા  ખાતેથી જિલ્લાવ્યાપી કાર્યક્રમોનો શુભારંભ કરાવશે

ગ્રામ વિકાસ વિભાગ સાથે જુદા જુદા 11 વિભાગોને સાંકળી સતત ત્રણ દિવસ સુધી વિકાસનાં કાર્યો અને યોજનાકીય લાભોનું વિતરણ કરાશે

દેશની આઝાદીના 75 વર્ષ પૂર્ણ થવાનાં અવસરે યોજાઈ રહેલ ‘આઝાદીનો અમૃત્ત મહોત્સવ’ અભિયાન અંતર્ગત ગ્રામવિકાસ વિભાગ દ્વારા આગામી તા. 18 થી 20 નવેમ્બર દરમિયાન આત્મનિર્ભર ગ્રામ રથ’ દ્વારા ત્રિદિવસીય યોજનાકીય જાગૃતિ અભિયાન યોજાનાર છે, જેનો પ્રારંભ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તા. 18મીનાં રોજ ખેડામાં આયોજિત રાજ્યકક્ષાના કાર્યક્રમથી થશે. પંચમહાલ જિલ્લામાં આ કાર્યક્રમ અંતર્ગત આયોજિત શ્રેણીબદ્ધ કાર્યક્રમોનો શુભારંભ આદિજાતિ વિકાસ અને આરોગ્ય પરિવાર અને કલ્યાણ રાજ્યમંત્રીશ્રી નિમિષાબેન સુથાર આવતીકાલે તા. 18મી નવેમ્બરે ગોધરા તાલુકાનાં ત્રિમંદિર, ભામૈયા ગામ ખાતેથી કરાવશે. આ પ્રસંગે સવારે 9.30 કલાકે યોજાનાર કાર્યક્રમ બાદ રાજ્યમંત્રીશ્રી સહિતનાં મહાનુભાવો જિલ્લામાં ફાળવાયેલા 4 આત્મનિર્ભર ગ્રામ રથોને પ્રસ્થાન કરાવશે. આ રથો 3 દિવસ સુધી પંચમહાલ જિલ્લા પંચાયતની 38 સીટ વિસ્તાર હેઠળ સમાવિષ્ટ 541 ગામોમાં સવારે 8.00 થી 12.00 અને સાંજે 4.00 થી રાત્રિના 8.00 કલાક દરમિયાન ભ્રમણ કરીને યોજનાકીય જનજાગૃતિ પ્રસરાવશે.
ત્રિદિવસીય અભિયાન અંતર્ગત પંચમહાલ જિલ્લામાં વિવિધ વિભાગોનાં રૂ. 47wQbNPTDJp9hMYdvogK2hAUiHsGeiybwaWe36bwtRQ3UTpYV7YuZ8FV5j9nauFCWwcjM6dTzpL5s2N79Rp5unwdMvc8ZKUરૂ. 103.88 કરોડનાં 4194 વિકાસકામોનું ખાતમુહુર્ત- લોકાર્પણ કરવામાં આવશે. આ ઉપરાંત, પ્રધાનમંત્રી આવાસ યોજનાનાં લાભાર્થીઓને આવાસોનું લોકાર્પણ પણ કરવામાં આવશે. જેમાં જિલ્લાનાં વિવિધ સ્થળોએ પદાધિકારીઓ-મહાનુભાવો ઉપસ્થિત રહેશે. રથ દ્વારા ગ્રામવિકાસ વિભાગ અને અન્ય 11 વિભાગ સંલગ્ન વિવિધ યોજનાકીય વિગતોથી ગ્રામજનોને માહિતગાર કરાશે. આ ઉપરાંત, વિવિધ વિકાસ કામોનું ખાતમુહૂર્ત/લોકાર્પણ, લોન સહાયના ચેકોનું વિતરણ, વિવિધ કેમ્પો અને નિદર્શન શિબિરો, વિવિધ સ્પર્ધાઓ પણ યોજાશે. સમગ્ર રાજ્યની કુલ 1090 જિલ્લા પંચાયત સીટ વિસ્તારમાં 100 જેટલા રથ પરિભમ્રણ કરશે. આ દિવસે સવારે 08.00 વાગ્યાથી ગ્રામીણ કક્ષાએ શિક્ષકો, આંગણવાડી કાર્યકરો, આશા, સખીમંડળ, યુવક મંડળ, નિગરાની સમિતિ તથા પાણી સમિતિ અને ગ્રામજનો દ્વારા સ્વચ્છતા જનજાગૃતિ રેલી યોજાશે. ત્યારબાદ શાળાઓ, પંચાયતઘર, આંગણવાડી કેન્દ્ર, પોસ્ટઓફિસ, બેન્ક, દૂધ મંડળી, પશુ દવાખાના, આરોગ્ય કેન્દ્રો વિગેરેની સફાઈ ઝુંબેશ હાથ ધરાશે. ઉપરાંત, સફાઈ કર્મીઓ, કોરોના વોરિયર્સ, ગૃહ ઉદ્યોગ કરી સ્વનિર્ભર બનેલી બહેનો અને સ્વસહાય જૂથો તેમજ સ્વાતંત્ર્યસેનાનીઓનું સન્માન કરાશે.
ભામૈયા ગામેથી યાત્રાનાં પ્રસ્થાન પ્રસંગે વિધાનસભા ઉપાધ્યક્ષશ્રી જેઠાભાઈ આહિર, પંચમહાલ સાંસદશ્રી રતનસિંહ રાઠોડ, છોટાઉદેપુર સાંસદસુશ્રી ગીતાબેન રાઠવા, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી કુ.કામિનીબેન સોલંકી, ગોધરા ધારાસભ્યશ્રી સી.કે.રાઉલજી, હાલોલના ધારાસભ્યશ્રી જયદ્રથસિંહ પરમાર તેમજ કાલોલના ધારાસભ્યસુશ્રી સુમનબેન ચૌહાણ સહિતનાં મહાનુભાવો ઉપસ્થિત રહેશે. તા.૨૦મી નવે.ના રોજ ભામૈયા ખાતે જ યોજાનારા રાજ્યકક્ષાના સમાપન સમારોહ સાથે આ અભિયાનનું સમાપન યોજાશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here