છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના નવાલજા ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે કમ્પાઉન્ડ વોલની બહાર દીવાલને અડીને પડેલો મેડિકલ વેસ્ટનો જથ્થો જોવા મળ્યો

છોટાઉદેપુર, સકીલ બલોચ :-

છોટાઉદેપુર.કવાંટ તાલુકામાં આવેલ પી એચ સી કેન્દ્ર ખાતે મેડિકલ વેસ્ટ બહાર પડેલો જોવા મળ્યો. પરંતુ અજાણ્યો ફફડાટ ફેલાતા તાત્કાલિક સળગાવી દીધો
છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકા ખાતે નવાલજા ગામે આવેલ પી એચ સી કેન્દ્ર ખાતે કમ્પાઉન્ડમાં જતા દરવાજો બંધ હતો જ્યાં ખોલીને અંદર જોતા કોઈ હાજર મળી આવેલ નહીં પરંતુ કમ્પાઉન્ડની બહાર દીવાલને અડીને મેડિકલ વેસ્ટ ખુલ્લામાં જોવા મળ્યો હતો જે એક્સ્પાયરી ડેટનો વેસ્ટ હશે કે નહીં એતો તપાસનો વિષય છે પરંતુ ખુલ્લામાં મેડિકલ વેસ્ટ નો વિડિઓ પત્રકાર દ્વારા ઉતારી લેવામાં આવતા તંત્રમાં અજાણ્યો ફફડાટ ફેલાતા આ કચરો તાત્કાલિક સળગાવી દેવામાં આવ્યો હતો પરંતુ આ મેડિકલ વેસ્ટ માં મોંઘા ભાવની દવાઓ ઇન્જેક્સન જોવા મળ્યા હતા જે ઘટનાથી ભારે ચર્ચાએ જોર પકડ્યું છે. છોટાઉદેપુર જિલ્લામાં કવાંટ તાલુકાના પી એચ સી કેન્દ્ર ખાતે તંત્રની લાપરવાહી સામે આવી છે ખુલ્લામાં કમ્પાઉન્ડની બહાર મેડિકલ વેસ્ટ જોવા મળ્યો પરંતુ એ કેટલા સમયથી બહાર પડી રહ્યો હશે એપણ એક તપાસનો વિષય છે પરંતુ આ રીતે બહાર ખુલ્લામાં મેડિકલ વેસ્ટ નાખવો એ કેટલી હદ સુધી વ્યાજબી છે.? શું આ દર્દીઓ ના સ્વાસ્થ્ય માટે હાનિકારક ન કહેવાય શું આ પ્રજાના સ્વાસ્થ્ય સાથે ચેડાં થયા હોય તેમ ન કહેવાય આવી ઘણી ચર્ચાઓએ જોર પકડ્યું છે પ્રજામાં ચાલતી ચર્ચા મુજબ આ અંગે તપાસ કરવામાં આવે તો ઘણું બધું બહાર આવી શકે તેમ છે નવાઈ ની વાત તો એછે કે જિલ્લાના નવાલજા ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે કમ્પાઉન્ડ વોલની બહાર દીવાલને અડીને પડેલો મેડિકલ વેસ્ટ નો પત્રકાર દ્વારા વિડિઓ ઉતારવામાં આવ્યો ત્યારે તેની જાણ થતા તાત્કાલિક સળગાવી દેવામાં આવ્યો હતો જયારે પત્રકારને અજાણી વ્યક્તિઓ દ્વારા ફોન કરીને આ સમાચાર ન ચલાવવા માટે ફોર્સ કરવામાં પણ આવ્યો હતો અને ધાક ધમકી આપતી ભાષામાં પણ વાત કરવામાં આવી હતી જેનું પત્રકાર દ્વારા ઓડીઓ રેકોડિઁગ પણ કરી લેવામાં આવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here