બોડેલીથી કવાંટ માગૅ પરના તાડકાછલા ગામના પાટિયા પાસે મસમોટો ભુવો પડતા વાહન ચાલકો હેરાન પરેશાન..

બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

બોડેલીથી કવાંટ માગૅ પરના તાડકાછલા ગામના પાટિયા પાસે મસમોટો ભુવો પડતા વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે તંત્ર દ્વારા વહેલી તકે સમારકામ હાથ ધરવામાં આવે એવી માંગ ઉઠવા પામી છે.       વિકાસ સાથે સંકળાયેલા અનેક ગામોને જોડતા વાહનવ્યવહારથી ધમધમતા બોડેલીથી કવાંટ સ્ટેટ હાઈવે પર તાડકાછલા ગામના પાટિયા પાસે મસમોટો ભુવો  છેલ્લા ઘણાં સમયથી પડ્યો છે આ ભુવાના લીધે રાત્રિના સમયે ઘણી જ હેરાનગતિનો સામનો કરવો પડે છે આ ભુવા અંગે તંત્ર સમક્ષ લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા કોઇ જ પરિણામ આવતું નથી અધિકારીઓ કોઈ મોટા અકસ્માતની રાહ જોતા હોય તેવું નજરે પડી રહ્યું છે પ્રજાની સલામતી માટે આ ભુવાનુ રિપેરિગ કામ થાય તેવું આ રસ્તેથી પસાર થતાં વાહનચાલકો ઈચ્છી રહ્યા છે ત્યારે અતિ મહત્વપૂર્ણ આ હાઈવે પર તંત્ર યોગ્ય આડસ ઉભી ન કરતાં આ માગૅ પરથી દોડતા વાહનો માટે મોટું જોખમ ઉભું થયું છે ત્યારે સ્થાનિકો દ્વારા સાવચેતીના ભાગરૂપે ચેતવણી રૂપ સંકેતો કરાયા હતા થોડા દિવસ પહેલા જ આ રોડ પર મેઈન્ટેનન્સની કામગીરી કરાતી હોવાની ઘટના સામે આવી હતી ત્યારે જે તે કામગીરી કરનારી એજન્સી તથા માગૅ મકાન વિભાગની કાયૅ પધ્ધતિ પર પણ પ્રશ્નો ઉઠ્યા હતા તો બીજી તરફ આ મસમોટા ભુવાનું કોઈ અણબનાવ ના બને માટે  વહેલી તકે માગૅ મકાન વિભાગ દ્વારા રિપેરિગ કામ થાય આ સમગ્ર બાબતનું લોકો મુખે ચચૉઈ રહ્યું છે ઉલ્લેખનિય છેકે ચોમાસાની ઋતુમાં માગૅ પર ભુવો પડવાની ઘટના સામે આવે છે પરંતુ ઉનાળાની કાળઝાળ ગરમીમાં રસ્તા વચ્ચે ખાડો પડવાની ઘટનાએ તંત્રની કામગીરી સામે સવાલો ઊભા થયા છે   (ફોટો વિગત): બોડેલીથી કવાંટ સ્ટેટ હાઈવે પર તાડકાછલા ગામના પાટિયા પાસે મસમોટો ભુવો છેલ્લા ઘણાં સમયથી પડ્યો છે તસવીરમાં વિકાસશીલ હાઈવે પર ભુવો પડેલો નજરે પડે છે.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here