રાજકોટમાં એક જ વિસ્તારમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠી અને ઘોડીપાસાનો જુગાર ઝડપાયો…

રાજકોટ,
વિનુભાઈ ખેરાળીયા

કોરોના વાયરસને અટકાવવા માટે સમગ્ર રાજ્યમાં લોકડાઉન ૪ ચાલી રહ્યું છે.જ્યારે લોકડાઉન સમયમાં રાજકોટ પોલીસે એક જગ્યા પરથી દેશી દારૂની ભઠ્ઠી અને ઘોડીપાસાનો જુગાર ઝડપાયો હતો. રાજકોટના પ્રદ્યુમનનગર પોલીસને બાતમી મળી હતી કે શહેરના કટીપરા આવાસ યોજના કવાટર વિગ એફની બાજુમાં જાહેરમાં દેશી દારૂની ભઠ્ઠી ચાલી રહી છે. ત્યારે બાતમીના આધારે પોલીસ દ્વારા હકીકતમાં તપાસ કરવામાં આવી તો ત્યાં હસુબેન મુન્નાભાઈ સનીભાઈ રાઠોડ નામક મહિલા કટીપરા આવાસ યોજનાના કવાટર એફ વિગ ગ્રાઉન્ડ ફલોર પર દેશી દારૂનો ધંધો કરતી હોવાનું બહાર આવ્યું હતું અને પોલીસે દેશી દારુ અને ભટ્ટીના સાધનો મળીને કુલ રૂપિયા ૨૮૦૦ ના મુદામાલ સાથે હાજર આરોપીને ધડપકડ કરી હતી.

જ્યારે મુખ્ય આરોપી મહિલા પોલીસ પકડથી દૂર છે. જ્યારે તે જ સમયે બીજી તરફ કટીપરા આવાસ યોજના કવાટર બ્લોક નં,એફની પાછળ પાણીના ટાંકાની છત પર અમુક માણસો જાહેરમાં ઘોડીપાસાનો પૈસાની હાર- જીતનો જુગાર રમતા હોવાની વાત પોલીસને જાણવા મળી હતી જે હકીકતવાળી જગ્યાએ પોલીસે રેડ પાડતા ઘોડીપાસાના નંગ:૨ અને અને રોકડા રૂા.૧૬૭૦૦ના મુદ્દામાલ સાથે ૧૨ લોકોની ધરપકડ કરવામાં આવી હતી .અને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here