છોટાઉદેપુર જિલ્લાના કદવાલ ગામની દૂધ ડેરીમાં દૂધ ભરતા પશુ પાલકોને ડેરીમંત્રી દ્વારા દૂધ ફેટ ઓછા આપતા પશુપાલકોમાં આક્રોશ જોવા મળ્યો…

છોટાઉદેપુર, સકીલ બલોચ :-

છોટાઉદેપુર જિલ્લા ના પાવીજેતપુર તાલુકાના કદવાલ ગામે કદવાલ દૂધ મંડળી આવેલ છે જેમાં પશુપાલકો જે ખેડૂતો પોતાના પશુઓનું દૂધ કદવાલ દૂધ ડેરીમાં ભરે છે આશરે 700 થી પણ વધારે ગ્રાહકો કદવાલ દૂધ ડેરીમાં દૂધ ભરે છે પણ ડેરીના મંત્રી દ્વારા ગ્રાહકોને દૂધના ફેટ ઓછા કાઢી આપતા ગ્રાહકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે કદવાલમાં દૂધ ડેરીગરીબ પશુપાલકો માટે જીવન દોરી સમાન છે અને ખેડૂતો પોતાના પશુઓને દિનરાત ખેતરો માંથી ઘાસચારો લાવી પોતાના પશુઓનો પાલન કરે છે અને તેમનો દૂધ ડેરીમાં ભરે છે પણ ડેરીના મંત્રી દ્વારા પોતાનું એક હતો શાસન ચલાવતો હોવાના કારણે ગરીબ ખેડૂતોના પોતાના પશુઓના દૂધના ભાવ અને ફેટ મંત્રી પોતાના મરજી પ્રમાણે લખે છે તેવી ડેરીમાં દૂધ ભરતા લોકોમાં ચર્ચાઓ અને લોકો આક્ષેપ કરી રહ્યા છે જો કોઈ ડેરીના લાગવગતા અધિકારી તપાસ કરે તો ખૂબ મોટો ભ્રષ્ટાચાર આગળ આવે તેવું છે અને કદવાલ વિસ્તારના દૂધ ભરતા લોકોમાં આવી પણ ચર્ચાઓ થઈ રહી છે કે જે ચાલુ વર્ષનો બોનસ આપવા આવ્યો છે તે પણ ગ્રાહકોને ઓછો આપવામાં આવ્યું છે જો ઉચ્ચ અધિકારીઓ તપાસ કરે તો બહુ મોટો ભ્રષ્ટાચાર કદવાલ દૂધ ડેરી નો આગળ આવશે હવે જોવાનું એ રહ્યું કે લાગવગતા અધિકારીઓ તપાસ કરે છે કે કેમ??

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here