ડભોઇ તાલુકાના કરનાળી ખાતે મેધા બ્લડ ડોનેશન કેમ્પ યોજી વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મ દિવસ ઉજવાયો

ડભોઇ, (વડોદરા) સરફરાઝ પઠાણ :-

દેશના વડાપ્રધાન ના 72 માં જન્મદિન પ્રસંગે ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા ડભોઇ વિધાનસભા મત વિસ્તારના કુબેર ભંડારી મંદિર કરનાળી ખાતે મેગા બ્લડ ડોનેશન કેમ્પ ઇન્દુ બ્લડ બેન્ક ના સહયોગ થી કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું. આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદીજીના 72 માં જન્મદિવસ નિમિત્તે સેવાહી સંકલ્પ દિનની ઉજવણીના ભાગરૂપે ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ મહેતા ની આગેવાનીમાં ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા ડભોઇ તાલુકાના કુબેર ભંડારી મંદિર કરનારી ખાતે મેગા બ્લડ ડોનેશન કેમ્પ નું આયોજન કરવામાં આવેલ છે જેમાં મોટી સંખ્યા માં કાર્યકર્તાઓ એ બ્લડ ડોનેટ કર્યું હતું.આ પ્રસંગે દતુંસિંહ સોલંકી,વિરપાલસિંહ રાજ,અમિત સોલંકી,દીક્ષિત પંડ્યા, બરોડા શિક્ષણ સમિતિના ચેરમેન અશ્વિનભાઈ વકીલ, ડો. બી.જે બ્રહ્મભટ્ટ, ડો.સંદીપ શાહ, વિશાલભાઈ સાહ મહેશભાઈ દાજી, ભુપેન્દ્રભાઈ પટેલસહિત ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા અને મહિલા મોરચા ના કાર્યકર્તા ઓ હાજર રહ્યાં હતાં.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here