ગ્લોબલ વિમેન એચીવર્સ ૨૦૨૧ એવોર્ડ આણંદના સમાજ સેવિકા અલ્પાબેન પટેલને એનાયત

આણંદ, રાહીબ શા દિવાન :-

આણંદ જિલ્લામાં મહિલા સશક્તિકરણ સહિત વિવિધ સામાજિક શૈક્ષણિક સેવાકીય પ્રવૃતિઓ સાથે કાર્યરત સંસ્થા નવ ગુજરાત સ્રી અધિકાર સંઘના અધ્યક્ષ અલ્પાબેન પટેલની વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ કામગીરી અનેક સંસ્થાઓએ નોંધ લીધી છે. તેમજ વિવિધ પ્રમાણપત્રો, સ્મૃતિ ચિન્હ અર્પણ કરી સન્માન કરેલ છે. આમાં વધુ એક સંસ્થા ગ્લોબલ ટ્રાયમ્ફ ફાઉન્ડેશન દ્વારા ગ્લોબલ વિમેન એચીવર્સ ૨૦૨૧ એવોર્ડ આણંદના અલ્પાબેનની પસંદગી કરી સન્માન કર્યું છે. આ ભવ્ય સંસ્થા તરફથી સન્માન આપવા માટે પસંદ કરવા બદલ નવ ગુજરાત સ્રી અધિકાર સંઘ સહિત આણંદ જિલ્લાના મહીલા આગેવાનો અને કાર્યકરોએ આનંદની લાગણી વ્યક્ત કરી છે. ઉમદા સન્માન અને આદર બદલ સંસ્થાનો પણ આભાર વ્યક્ત કરી પ્રોત્સાહિત કરવા બદલ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. આ ભવ્ય સંસ્થા તરફથી સન્માન આપવા માટે પસંદ કરવા બદલ નવ ગુજરાત સ્રી અધિકાર સંઘ સહિત આણંદ જિલ્લાના મહીલા આગેવાનો અને કાર્યકરોએ આનંદની લાગણી વ્યક્ત કરી છે. ઉમદા સન્માન અને આદર બદલ સંસ્થાનો પણ આભાર વ્યક્ત કરી પ્રોત્સાહિત કરવા બદલ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here