કોરોના વાયરસ : સાઉદી અરેબિયાએ હાજીઓને હજ પહેલા 7 દિવસ હોમ ક્વોરેન્ટાઇનમાં રહેવાનું કહ્યું.

ફરીદ શેખ(ગોધરા)

કોરોના વાયરસ મહારોગચાળાના કારણે આ વખતે સાઉદી અરબીયાએ હજ યાત્રા મર્યાદિત કરી દીધી છે તથા વિદેશી હાજીઓ કોરોના રોગચાળાને લીધે આ વખતે હજ યાત્રામાં ભાગ લઈ શકે નહીં. હજ 2019 માં સાઉદી અરેબિયાના લગભગ 6.5 લાખ લોકલ રહેવાસીઓ શામેલ થયા હતા જ્યારે આ વખતે એ પણ ખૂબ જ મર્યાદિત સંખ્યા રાખવામાં આવી છે, 22 જૂને સાઉદી હજ મંત્રાલયે જાહેરાત કરી હતી કે ફક્ત 10,000 હાજીઓ જ આ વખતે હજ અદા કરી શકશે અને એમાં પણ સાઉદી હજ મંત્રાલયે કોરોના ન ફેલાય તે માટે કેટલાક નિયમો બનાવ્યા છે તેનું પણ દરેક હાજીએ સખત રીતે પાલન કરવુ પડશે.

હજ 2020 હેલ્થ પ્રોટોકોલ મુજબ તેમાંથી એક છે હજ પહેલા દરેક હાજીએ 7 દિવસ હોમ આઈસોલેશન(ઘરમાં અલગ) માં રહેવું પડશે.

હજ એ ઇસ્લામના મુખ્ય 5 ફરજોમાંથી એક ફરજ છે અને જે લોકો માલદાર છે તેમના પર જિંદગીમાં ઓછામાં ઓછી એક વખત હજ અદા કરવી ફરજ છે.

સાઉદી અરબની ન્યુઝ એજન્સી એસપીએના જણાવ્યા અનુસાર હજ માટે સુરક્ષા દળોએ રવિવારે કહ્યું હતું કે, હજ દરમ્યાન પવિત્ર સ્થળોને સઘન સુરક્ષાથી કવર કરવામાં આવશે, જેથી કોઈ પણ વ્યક્તિ પરવાનગી વગર પ્રવેશી ન શકે. જો કોઈ વ્યક્તિ નિયમો અને સુચનાનો ભંગ કરશે તો 10,000 રિયલ દંડ પેટે ભરવા પડશે, જો બીજીવાર નિયમોનું ઉલ્લંઘન કરશે તો બમણો દંડ ભરવો પડશે.

જે લોકો હજ માટે પસંદ થયા નથી તેવા હાજીઓની ગેરકાયદેસર પરિવહન કરનાર માટે પણ સજાની જોગવાઈઓ સાઉદી સુરક્ષા એજન્સી દ્વારા પ્રકાશિત કરવામાં આવી છે.

જો ગેરકાયદેસર રીતે હાજીઓનું પરિવહન કરશે તો પ્રથમ વખત 10,000 રિયાલનો દંડ અને 15 દિવસ જેલની સજા ફટકારવામાં આવશે અને જો તે વ્યક્તિ બીજા દેશનો હશે તો સજા પછી તેનો દેશ નિકાલ કરવામાં આવશે અને આજીવન સાઉદી અરબમાં પ્રવેશ પર પ્રતિબંધ મુકવામાં આવશે અને તેનું વાહન પણ જપ્ત કરવામાં આવશે.

જો ગેરકાયદેસર રીતે હાજીઓના પરિવહનનું બીજી વખત ઉલ્લંઘન કરશે તો 25,000 રિયાલનો દંડ અને 2 મહિનાની જેલની સજા ફટકારવામાં આવશે અને જો તે વ્યક્તિ બીજા દેશનો હશે તો તેનો સજા પુરી થયા પછી દેશ નિકાલ કરવામાં આવશે અને આજીવન સાઉદી અરબમાં પ્રવેશ પર પ્રતિબંધ મુકવામાં આવશે જ્યારે તેનું વાહન પણ જપ્ત કરવામાં આવશે.

જો ગેરકાયદેસર રીતે હજીઓના પરિવહનનું ત્રીજી વખત ઉલ્લંઘન કરશે તો 50,000 રિયાલનો દંડ અને 6 મહિનાથી વધુ સમય માટે જેલની સજા ફટકારવામાં આવશે અને જો તે વ્યક્તિ બીજા દેશનો હશે તો તેનો સજા પુરી થયા પછી દેશ નિકાલ કરવામાં આવશે અને આજીવન સાઉદી અરબમાં પ્રવેશ પર પ્રતિબંધ મુકવામાં આવશે જ્યારે તેનું વાહન પણ જપ્ત કરવામાં આવશે.

હજ – 2020નું આયોજન આ રીતના થશે.

સાઉદી અરબના રહેવાસીઓ માટે હજ પ્રોટોકોલ જાહેર

  • ફક્ત સાઉદી અરબમાં રહેતા હશે તેવા લોકોને હજ પઢવા દેવામાં આવશે.
  • 10,000(દસ હજાર) થી વધુ હાજીઓ નહિ હોય.
  • 65 વર્ષ વધુ ઉંમરના વ્યક્તિને હજ અદા કરવા માટે છુટ નહિ મળે.
  • જે લોકો લાંબા સમયથી બીમાર ચાલતા હશે તેમને હજ અદા કરવા માટે છૂટ નહિ મળે.
  • જે લોકો હજ કરશે તેમને ફરજીયાત કોવિડ-19નો ટેસ્ટ કરાવવો પડશે.
  • હજ દરમ્યાન સઘન સોશ્યિલ ડિસ્ટન્સનું પાલન કરવું પડશે.
  • દરેક હાજીની રોજ સ્વાસ્થ્ય પરિસ્થિતિ ચેક કરવામાં આવશે.
  • હજ અદા કર્યા પછી દરેક હાજીને આઇસોલેટ કરવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here