રાજપીપળાના સોનીવાડ જૂના કોટના જબરેશ્વર મંદિર પાસે નગરપાલિકા દ્વારા પાણીના બોરનું ખાત-મુહુર્ત કરાયું

ખાત-મુહૂર્ત સાથે જ પૂર્વ પ્રમુખ મહેશ વસાવાએ છેડયો વિવાદ ડબકો રહેણાંક વિસ્તારમાં હોય દૂરગંધ મારતું સ્વાસ્થયને નુકશાનકારક પાણી આવશે

4.89 લાખના ખર્ચે બનનારો બોર શુ ખરેખર લોકોના સ્વાસ્થ્ય બગાડશે?

રાજપીપલા , નર્મદા
આશિક પઠાણ

રાજપીપળાના સોનીવાડ સહિતના વિસ્તારમાં છેલ્લા કેટલાક વખતથી પીવાના પાણીનો પ્રશ્ન હોવાથી લોકોની ગંભીર ફરિયાદો થઈ રહી હતી જેમા પીવાનુ પાણી પૂરતા ફોર્સ અને પૂરતા સમય સુધી આવતુ ન હોતુ. તેથી નગરપાલિકાએ સોનીવાડ જુનાકોટ નજીક આવેલા જબેરેશ્વર મંદિર પાસે રાજપીપલા નગરપાલિકાએ 4.89 લાખના ખર્ચે બનનારા પાણીના બોરનું ખાત મુહર્ત કર્યુ હતુ, જેમા નગર પાલિકા ના પ્રમુખ જીગીશાબેન ભટ્ટ , પાલિકા સદસ્ય સંદીપ દશાંદી , માજી ઉપ પ્રમુખ ગીતાબેન વસાવા , ભાજપના યુવા આગેવાન કુલદીપસિંહ ગોહિલ સહીત નગરપાલિકાના કર્મચારીઓ અને રહીશો ઉપસ્થિત રહ્યા હતા .
નગરમાં પાણીની સમસ્યા હલ કરવા માટે રૂ.4.89 લાખના ખર્ચે બનાવવામાં આવતો બોર ખાતમુહૂર્ત થાય એ સાથે જ વિવાદ ઊભો કર્યો છે અને સ્વાસ્થ્ય અંગેની ચિંતા પણ વધારી છે.

નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને હાલ સદસ્ય મહેશ વસાવાએ રહેણાંક વિસ્તારમાં બોર બનાવવામાં આવતો હોયને રાજપીપળા નગરમાં શૌચાલયની ઠેરઠેર ડબકો હોયને તે પણ 25 ફુટ જેટલી ઉંડી ડબકો રજવાડા સમયથી ધરે ધરે હોય રહેણાંક વિસ્તારમાં બોર બનાવવાથી ડબકોનુ ગંદુ પાણી ઝાર મારતુ લોકોને કઈ રીતે પીવડાવવામાં આવેની વાતો સોશીયલ મિડીયામાં વાયરલ કરી છે જેનાથી નગરમાં ભારે હાહાકાર મચ્યો છે.

પાલિકાના પૂર્વ પ્રમુખે નગરપાલિકાના પ્રબુદ્ધ શાસકોના ઉદાહરણ આપી જણાવ્યું છે કે અગાઉના શાસકોએ પીવાના પાણીના બોર થ્રી, કરાઠા વાવડી તરફે કર્યા હતા, કારણ ગામમાં ઠેરઠેર ડબકો હોય ને લોકોના સ્વાસ્થયનું નુકસાન ન થાય અને પીવા માટે સ્વચ્છ પાણી મળે.

આમ નગરપાલિકાના સતાધિશોએ પાણીના બોરનું ખાતમુહૂર્ત કરતા જ વિવાદનો મધપુડો છંછેડયો છે. આ બાબતને કેટલી ગંભીરતાથી વહીવટી તંત્ર લે છે તે જોવું રહ્યું.

શુ નર્મદા કલેક્ટર મ્યુનિસિપલ કમિશનર જેવા અધિકારીઓ આ બાબતને ગંભીરતાથી લે છે કે પછી વિકાસના નામે લોકોના સ્વાસ્થય સાથે ચેડાં થાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here