કાલોલ : MGVCL ના કોટ પાસેથી પસાર થતી ઊભરાતી ગટરોની સાફ સફાઈ કરાવતું પાલિકા તંત્ર

કાલોલ,(પંચમહાલ) ઇમરાન ખાન :-

કાલોલ MGVCL ના કોટ પાસેથી પસાર થતી ઊભરાતી ગટરોની સફાઈ કામગીરી કરવામાં આવી. કાલોલ નગરમાં આવેલ MGVCL નાં કોટની પાસેથી પસાર થતા કાલોલ-હાલોલ રોડ પાસેથી પસાર થતી ગટર લાઈન સાફસફાઈ ન થતાં ગટર ઉભરાઈ આવી હતી.કોરોના પરીસ્થીતી અને લોક વાંચાને ધ્યાનમાં રાખીને કલમ કી સરકાર ન્યૂઝ સમાચાર પત્રમા ૨૬ માર્ચ અહેવાલો પ્રકાશિત થતાં સફાળું બનેલ LNT વિભાગ દ્વારા તેમની ટીમ મોકલી JCG અને ટ્રેક્ટર વડે ગટરમાં આડ ઊભી કરતો ગંદકી નો કચરો દુર કરી ગટરો ની સાફસફાઈ કરવામાં આવી હતી. જોકે દુર્ગંધ મારતી ગટરોની સફાઈ થતાં નજીકના વેપારીઓ અને ત્યાંથી પસાર થતા રાહદારીઓ આનંદ નો શ્વાસ લીધો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here