છોટાઉદેપુર જિલ્લા વનવિભાગ અને જય જવાન સૈનિક ફાઉન્ડેશન દ્વારા નવતર અભિગમ… લગ્ન પ્રસંગોમાં જઈને નવદંપતીને કન્યાદાનમાં વૃક્ષો આપી વૃક્ષોનો ઉછેર કરવાનો અપાયો સંદેશ

છોટાઉદેપુર, સકીલ બલોચ :-

પૃથ્વી પર રહેલા વૃક્ષો કાર્બન ડાયોક્સાઇડ ખેંચી હવામાં ઓક્સિજન ફેંકીને પ્રદુષણ ને નિયંત્રિત કરી સમગ્ર જીવ સૃષ્ટિ ને જીવંત રાખવાનું કામ કરે છે તે ઉપરાંત વરસાદ ને પણ વૃક્ષો ખેંચી લાવે છે તે ઉપરાંત ફળ ફૂલ, પાન લાકડું અને શીતળ છાંયડો પણ વૃક્ષો આપતાં વૃક્ષ એ પ્રકૃતિ નું ઘરેણું સમાન છે, પરંતુ હાલ ઘટતા જતાં વૃક્ષો થી ચિંતા નો વિષય બન્યો છે સમગ્ર વિશ્વમાં ગ્લોબલ વોર્મિંગ ની અસર ને કારણે દુનિયા નાં તમામ દેશો ચિંતા વ્યકત કરી રહ્યા છે અને ગ્લોબલ વોર્મિંગ ની અસર ને કઇ રીતે રક્ષણ કરી પૃથ્વી ને બચાવી શકાય . હાલ માં દરેક સીઝન માં વાવાઝોડું, અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, ગરમી નું તાપમાનવગેરે ને જો સમતુલા જાળવવી હોય તો એક માત્ર ઉપાય છે વૃક્ષો વધુ વાવી ને સંરક્ષણ અને સંવર્ધન કરવું જોઈએ.. આવી કપરી પરિસ્થિતિમાં પહોંચી વળવા એક નવતર પ્રયોગ 🌳🌳
છોટાઉદેપુર વનવિભાગ અને જય જવાન સૈનિક ફાઉન્ડેશન સયુંક્ત ઉપક્રમે
એક અનોખી પહેલ કરી છે.
આદિવાસી બહુય ધરાવતા છોટાઉદેપુર જિલ્લામાં હાલ લગ્ન સરા ની સીઝન ચાલી રહી છે ત્યારે નવપરિણીતદંપતી ને 10 વૃક્ષોના રોપા આપી વૃક્ષોનો ઉછેર કરી પર્યાવરણ ને સમતુલીત બનાવવાનો સંદેશ આપી રહ્યાં છે.

સદીઓ થી આદિવાસીઓ પ્રક્રુતિ પૂજામાં માનતા આવ્યા છે, અને વૃક્ષ તથા પહાડો ને નદીઓ ને પુંજતા આવ્યા છે, અને પોતાના ખેતરો ના શેઢા ઉપર પણ વૃક્ષો ને મોટા કરી સાચવી રાખ્યા છે ત્યારે છોટા ઉદેપુર તાલુકા નાં ભીલપુર ગામે લગ્ન પ્રસંગ માં વન વિભાગ ના કર્મચારીઓ અને જય જવાન સૈનિક ફાઉન્ડેશન ના જવાનો ઉપસ્થિત રહી, વૃક્ષો ઉછેરવાનો ખૂબ મોટો સંદેશ આપી શરૂઆત કરી છે .

વન વિભાગના કર્મચારીઓ અને જય જવાન સૈનિક ફાઉન્ડેશન ના જવાનો લગ્ન પ્રસંગ માં જ નહીં પરંતુ હાલ અખાત્રીજ ના મહિના દરમિયાન યોજાતા બાબા ઇન્દ ના પાંનગા માં પહોંચી ને પણ 10 વૃક્ષો આપી વૃક્ષો ઉછેરવાનો સંદેશ આપી રહ્યાં છે, ત્યારે મીઠાલી ગામે યોજાયેલા બાબા પીઠોરા ના પાંનગા માં ટીમ પહોંચી વૃક્ષો ભેટ ધરવા બાબતે શિક્ષક અને સામાજીક કાર્યકર્તા દિનેશભાઈ રાઠવા આ મુજબ જણાવ્યું હતું.
આમ વન વિભાગ છોટા ઉદેપુર અને જય જવાન સૈનિક ફાઉન્ડેશન ના પ્રમુખ શ્રી ગોપાલ ભાઇ રાઠવા અને દેશ ની સેવા કરતા જવાનો અને નિવૃત જવાનો દ્રારા સમગ્ર વિશ્વ ને સંદેશો આપવા ની શરૂઆત કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here