કાલોલ સમા કેનાલ પાસે ઝાડ પડતા રોડ બંધ, કેનાલમા નીલ ગાય પડતા મોત… નગરમાં ઠેર ઠેર પાણી ભરાઈ ગયા…

કાલોલ, (પંચમહાલ)/મુસ્તુફા મિર્ઝા :-

કાલોલ પંથકમાં વહેલી સવારથી વિજળી ના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો જેમા શામળ દેવી ગામમા વૃક્ષો પડવાના બનાવો બનેલ છે કાલોલ તાલુકાના સમા ગામ નજીક આવેલી નર્મદા કેનાલ પર રોડ ઉપર એક વૃક્ષ ધરાશાયી થઈ જતા કેનાલ પર નો ટ્રાફીક જામ થઇ ગયો હતો જોકે વૃક્ષ ખસેડવાની કામગીરી હાથ ધરી હતી. બીજી તરફ કેનાલ માં એક નીલ ગાય પડી જતા નીલ ગાય નો મૃતદેહ સ્થાનીક તરવૈયા યુવાનોએ મહા મહેનતે બહાર કાઢ્યો હતો. કાલોલ નગરમાં ગોહ્યા બજાર અને નગર પાલિકા વિસ્તાર મા પાણી ભરાઈ જતાં લોકોની અવરજવર મુશ્કેલ બની ગયેલ છે કેટલીક સોસાયટી માં પણ પાણી ભરાઈ ગયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here