કાલોલ શહેરમાં ગુરુવારે નવા છ કોરોના પોઝીટીવ કેસો નોંધાયા : કુલ કેસો વધીને ૩૦૭ નોંધાયા

કાલોલ,(પંચમહાલ)
મુસ્તુફા મિરઝા

કાલોલ તાલુકા વિસ્તારમાં કોરોનાનો પ્રભાવ વધતાં દિનપ્રતિદિન કેસો વધતા રહેલા જોવા મળી રહ્યા છે. જે અંતર્ગત આરોગ્ય વિભાગની માહિતી મુજબ શુક્રવારે લીધેલા ૨૦૩ એન્ટીજન ટેસ્ટ પૈકી કાલોલ શહેરમાં નવા છ પોઝીટીવ કેસો પ્રકાશમાં આવ્યા હતા. જે મુજબ કાલોલ શહેરના કાછીયાવાડમાં એક, કાછીયાની વાડીમાં એક, કુંભારવાડામાં એક, કૃષ્ણનગર સોસાયટીમાં એક, મહાદેવ ફળિયામાં એક અને નવાપુરા વિસ્તારમાં એક મળી કુલ નવા છ કેસો નોંધાયા હતા. આ સાથે કાલોલ તાલુકામાં કોરોનાએ ત્રેવડી સદી પાર કરી કુલ કેસોનો આંક ૩૦૭ પર પહોંચ્યો હતો. જે પૈકી ૨૩૫ દર્દીઓએ સારવારને અંતે કોરોનાને માત આપી સાજા બની પોતાના ઘેર પરત ફર્યા હતા,જ્યારે ૫૨ જેટલા કોરોના પ્રભાવિત દર્દીઓ હાલમાં સારવાર હેઠળ હોવાનું તંત્રએ જણાવ્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે કાલોલ તાલુકાના ગ્રામ્ય વિસ્તારો પૈકી રાબોડ ગામના મોટા ફળીયા વિસ્તારમાં એક પરિવારના વડીલની તબિયત નાદુરસ્ત બનતા વડોદરા સ્થિત ખાનગી હોસ્પિટલમાં તેમનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવતા સ્થાનિક તંત્ર દ્વારા બુધવારે તેમના અન્ય પરિવારજનોને તાજપુરા સ્થિત સરકારી કોરોના હોસ્પિટલમાં કવેરોન્ટાઈન કરી કોરોના ટેસ્ટ કરતા અસરગ્રસ્ત વડીલના પરિવારના વધુ સાત સભ્યોનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવતા એક જ પરિવારના આઠ સભ્યો કોરોના પ્રભાવિત બનવાના કિસ્સામાં તાલુકામાં હડકંપ મચી જવા પામ્યો હતો. જે અંતર્ગત દેલોલ આરોગ્ય વિભાગ દ્વારા રાબોડ ગામમાં સર્વે હાથ ધરી વધુ સેમ્પલો લેવાની કામગીરી આરંભી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here