કાલોલ બસ સ્ટેન્ડ પાસેથી ગોધરાના ઈસમની કારમાથી રૂ ૨૫,૦૦૦ નાં લેપટૉપની ચોરી થતા ફરીયાદ

કાલોલ, (પંચમહાલ) મુસ્તુફા મીરઝા :-

ગોધરા ખાતે બામરોલી રોડ વાવડી ખાતે રહેતા અને સન ફાર્મા કંપનીમાં છેલ્લા ૧૯ વર્ષથી કવોલિટી કન્ટ્રોલ વિભાગમાં કેમિસ્ટ તરીકે ફરજ બજાવતા વિશાલ દિલીપભાઈ સોની દ્વારા કાલોલ પોલીસ મથકે નોંધાવેલ ફરીયાદ ની વિગતો મુજબ તેઓ કંપની માં પોતાની મહેન્દ્રા કેયુવી કાર લઈ ને અવરજવર કરે છે તેઓને કંપની તરફથી ડેલ કંપની નું લેપટોપ આપવામા આવેલ છે ગત તા ૨૯/૦૮ નાં રોજ પોતાની ફરજ બજાવી હાલોલ થી ગોધરા તરફ કાર લઈને જતા હતા ત્યારે કાળી બેગમાં લેપટોપ કાર ની પાછલી સીટ પર મુકેલ સાંજના સવા છ વાગ્યાના સુમારે કાલોલ શકતી પેટ્રોલ પંપ સામે ખાણી પીણી નાં બજાર માથી પાણી પુરી નુ પેકેટ લેવા માટે તેઓ કાર લોક કરી ને ઉતર્યા હતા ત્યારબાદ માત્ર પાંચ મિનિટ માજ પરત આવી જોતા પોતાની કાર નો પાછળ નો દરવાજો ખુલ્લો હતો અને લેપટોપ સહિત ની બેગ જોવા મળી નહી જેથી તેઓએ આસપાસ ગલ્લાવાળા ને પુછતા કોઈ જાણ થયેલ નહિ ઘણી શોધ કરવા છતા લેપટોપ મળેલ નહિ ત્યારબાદ કંપની માં જાણ કરતા કંપની દ્વારા પોલીસ ફરીયાદ કરવાનું જણાવતા તેઓએ કાલોલ પોલીસ મથકે રૂ ૨૫,૦૦૦/ નાં લેપટોપ ની ચોરી અંગેની ફરિયાદ નોંધાવી હતી વિશાલભાઈ પાણીપુરી લેવા માટે ઉતરીને પોતાની કારને લોક કરતા હતા તે અગાઉ કોઈ અજાણ્યા ઇસમે ગાડીનો પાછળનો દરવાજો ખોલી નાખી નજર ચૂકવી લેપટોપ ઉઠાંતરી કરી હોવાનું જાણવા મળેલ છે. પોલીસે અજાણ્યા ઈસમ સામે ગુનો દાખલ કરી વધુ તપાસ ટાઉન બીટ જમાદાર ચંદનસિંહ ને સોંપી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here