કાલોલ નગરમાં ત્રણ તથા તાલુકામાં બે મળી કુલ પાંચ નવા કેસ નોંધાતા કુલ સંખ્યા ૧૪૫

કાલોલ,(પંચમહાલ)
મુસ્તુફા મિરઝા

કાલોલ નગરમાં ગુરુવારે સાંજે કલ્પેશકુમાર દિલીપભાઈ પારેખ ઉ. વ ૩૯ નો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવેલો ઉલ્લેખનીય છે કે કલ્પેશભાઈ નામ માતૃશ્રી થોડા દિવસ અગાઉ જ કોરોના ને કારણે મૃત્યુ પામેલા ત્યાર બાદ શુક્રવારે મોડી સાંજે કાલોલ નગરમાં જ્યોતિકા બેન પંકજભાઈ પારેખ ઉ. વ ૪૬ રાજપુત ફળિયા નો કાલોલ ખાતે એન્ટીજન ટેસ્ટ તથા ગોપાલ ગોર બર્મન ઉ. વ ૩૯ સુથાર ફળિયા બંનેના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હોવાનું જાણવા મળે છે આ ઉપરાંત કાલોલ તાલુકાના વેજલપુર મુકામે બાગાયતી કેન્દ્ર ખાતે ના સંજીવકુમાર સિંહા ઉ. વ ૫૭ તથા કાંતાબેન સંજીવ કુમાર સિંહા ઉ. વ ૫૪ ના ગોધરા ખાતે એન્ટીજન ટેસ્ટ પોઝિટિવ આવ્યા હોવાની માહિતી મળી રહેલ છે. આમ કાલોલ તાલુકામાં કોરોના પોઝિટિવ સોની નોંધાયેલ કુલ સંખ્યા ૧૪૫ ને નોધવા પામેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here