નસવાડી, (છોટાઉદેપુર) જાવેદ એન કુરેશી :-
વિદ્યાર્થીઓ સહીત સિક્ષકગણે ભાવભીની વિદાય આપી
મૂળ છોટાઉદેપુર જિલ્લાના તેજગઢ ગામના રહેવાસી મોહસીન મહંમદ ફકીર મહંમદ ગોહિલ ૨૦૧૪ થી કવાંટ ના ગોઝારીયા મોડેલ સ્કુલ મા ઈંગ્લીશ ટીચર તરીકે ફરજ બજાવતા હતા જેમની પુનીયાવાંટ ખાતે ઈ.એમ.આર.એસ મા બદલી થતા વિદ્યાર્થીઓ હિબકે ચઢ્યા હતા ૨૦૧૪ થી ૨૦૨૩ સુધી જે સેવા આપી તેને સિક્ષકગણ તથા વિદ્યાર્થીઓ તથા મોડેલ સ્કુલનો નોન ટીચિંગ સ્ટાફ વગેરેએ ભીની આંખે વિદાય આપતા જણાવ્યું કે સાહેબ તમારી આ સેવા વિદ્યાર્થીઓને આપેલ શિક્ષણ અને તમારો નિખાલસ સ્વભાવ અમે કદી ભૂલી નહી શકીએ અને તમારી આ છબી અમારા હૃદયમાં રહેશે અને તમામ સ્ટાફ અને નોન ટીચિંગ સ્ટાફે સાલ ઓઢાડી પુષ્પગુચ્છ અને ભેટ સોગાતો આપી હતી અને એક સારા માણસની છબી ધરાવતા હસમુખ સ્વભાવના શિક્ષકની બદલી થઈ છે એટલે તમામ સ્ટાફે આશિર્વાદ આપ્યા હતા અને ભાવભીની વિદાય આપી હતી.