કાલોલ ગોમા નદીમાં રાવળ સમાજના સ્મશાન ખાતે ખનન કરી ખાડા પાડતા નર કંકાલ બહાર નીકળ્યા… રાવળ સમાજ દ્વારા રજૂઆત

કાલોલ, (પંચમહાલ) મુસ્તુફા મિર્ઝા :-

કાલોલ શહેર વિસ્તારની ગોમા નદી પટમાં બારેમાસ માસ બેફામપણે થતા રહેલા ગેરકાયદેસર રીતે રેતી અને માટી ખનન કરતા માફીયાઓ બેફામ બનીને તટીય વિસ્તારોમાં પણ ઘુસી ગયા છે, જ્યાં રેતી કે બેટ મળે ત્યાં ખાડા ખોદીને ખનન કરતા હોય છે જેમાં મોટે ભાગે રાત્રીના સમય દરમ્યાન ખનન કરીને નદીનો દાટ વાળી દીધો હોવાનું જોવા મળે છે. જે મધ્યે ગુરુવારે ગોમા નદીના પટમાં રાવળ સમાજના સ્મશાન વિસ્તારમાં ઘુસીને રેતી ખનન કરતા એક ટ્રેકટર ચાલકને રાવળ સમાજના યુવકોએ ઝડપી પાડ્યો હતો ત્યારે ટ્રેકટર ચાલકે છટકવાની ઘણી કોશિશ કરી હતી પરંતુ અન્ય લોકો પણ આવી પહોંચતા રેતી ખનનની જગ્યાએ જોતા તેમના સ્મશાન ભૂમિ ગણાતા વિસ્તારમાંથી નર કંકાલો પણ બહાર નીકળી આવ્યા હોવાનું જોવા મળ્યું હતું. જેથી સમગ્ર રાવળ સમાજના આગેવાનો, મહિલાઓ સહીત યુવકો ઘટના સ્થળે દોડી ગયા હતા. આમ બેફામપણે ગેરકાયદેસર ખનન કરતા તતવોએ રાવળ સમાજની સ્મશાન ભૂમિમાં નર કંકાલો‌ નીકળી જાય ત્યાં સુધી ખનન કરતા સમાજની લાગણી દુભાઈ હતી. જેથી સમાજના આગેવાનોએ પોલીસ સ્ટેશન અને મામલતદાર કચેરીએ દોડી જઇને ગોમા નદીના પટમાં આવેલા સ્મશાન અને સમાજના ભાવિની ચિંતા વ્યક્ત કરી રેતી ખનન કરતા તત્વો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગણી કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here