ડીસાના ત્રણ હનુમાન મંદિર ખાતે જાગીરદાર સમાજ દ્વારા દશેરા પર્વ નિમિત્તે શસ્ત્ર પૂજન સાથે શહેરમાં ભવ્ય શોભાયાત્રા નીકળી

ડીસા, (બનાસકાંઠા) અંકુર ત્રિવેદી :-

સમગ્ર ગુજરાતમાં આજે નવરાત્રી પૂર્ણ થતા દશેરા પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે અસત્ય પર સત્યનો વિજય અધર્મ પર ધર્મનો વિજય સાથે દશેરા પર્વ નિમિત્તે શસ્ત્ર પૂજન કરવાની પરંપરા આજે પણ જાળી રાખવામાં આવી છે ત્યારે ડીસા શહેરમાં ત્રણ હનુમાન મંદિર ખાતે જાગીરદાર સમાજના પ્રમુખ બહાદુરસિંહ વાઘેલાના અધ્યક્ષ સ્થાને શસ્ત્ર પૂજન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં સમગ્ર બનાસકાંઠા જિલ્લાના ક્ષત્રિય જાગીરદાર સમાજના આગેવાનો યુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી અને હથિયારો જેવા કે તલવાર બંદૂકને કુમકુમ તિલક કરી પુષ્પવર્ષા સાથે શસ્ત્રનું પૂજન કરવામાં આવ્યું હતું આ શસ્ત્ર પુજન કાર્યકમમાં જાગીરદાર સમાજની એક દિકરીએ તલવારબાજી કરી આજના યુગમાં મહીલાઓ જાતેજ શસ્તક અને લડાયક બની રહે તેવી સલાહ આપી હતી જ્યારે ક્ષતિય જાગીરદાર સમાજના પ્રમુખ બહાદુરસિંહ વાધેલા દ્વારા સમાજમાંથી કુરિવાજો દુર કરી શૈક્ષણિક ક્ષેત્રે જાગૃતિ લાવવા અને સમાજના દિકરા અને દિકરીઓને ભણાવવા માટે આહવાન કરવામાં આવ્યું હતું અને જ્યાં પણ સમાજને જરૂર હશે ત્યાં બહાદુરસિંહ વાધેલા દરેક સમાજ સાથે ખભેખભા મિલાવી લોકોના હિતમાં કામગીરી કરવામાં આવશે જ્યારે આજે શસ્ત્ર પુજન સાથે ક્ષત્રિય જાગીરદાર સમાજ દ્વારા શહેરમા ભવ્ય શોભાયાત્રા નીકળી હતી જેમાં જાગીરદાર સમાજના પ્રમુખ બહાદુરસિંહ વાધેલા સહિત મોટીસંખ્યામાં સમાજના યુવાનો આગેવાનો શોભાયાત્રામાં જોડાયાં હતાં આ શોભાયાત્રા શહેરના અલગ અલગ રાજમાર્ગો પર ફરી હતી જેમાં ત્રણ હનુમાન મંદિર થી નીકળી ગાયત્રી મંદીર ફુવારા સર્કલ બગીચા સર્કલ જલારામ મંદિર થી ત્રણ હનુમાન મંદિરે શોભાયાત્રા પરત ફરી હતી.આજે યોજાયેલ શસ્ત્ર પુજન કાર્યકમમાં સંત શિરોમણી દોલતરામ બાપુ lgગુજરાત જાગીરદાર સમાજના પ્રમુખ બહાદુરસિંહ વાધેલા શાસ્ત્રી કિશોરભાઈ દવે સહિત ક્ષત્રિય જાગીરદાર સમાજના હોદ્દેદારો આગેવાનો યુવાનો મોટીસંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here