કાલોલ કોંગ્રેસ દ્વારા ગાંધી જયંતીની ઉજવણી કરાઇ… બાપુને સુતરની આંટી પહેરાવી સ્કુટર રેલી યોજી

કાલોલ, (પંચમહાલ) મુસ્તુફા મીરઝા :-

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ અને પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ ઠાકોર સાહેબના માર્ગદર્શન અને સુચના મુજબ આઝાદી ના અમૃત મહોત્સવ વર્ષમાં આઝાદીના પ્રણેતા પૂજ્ય મહાત્મા ગાંધીજી ની જન્મ જયંતી ઉજવણી નિમિત્તે ૨ ઓક્ટોબર ૨૦૨૨ ના સવારે ૧૦-૦૦ વાગ્યે કોંગ્રેસ હાઉસ, સરદાર ભવન, કાલોલ ખાતે ૧૨૭ કાલોલ વિધાનસભા ના નિરીક્ષક કપિલભાઈ ભટ્ટની ઉપસ્થિતિમાં પૂજ્ય બાપુના ફોટાને સુતરની આંટી પહેરાવી તેમજ રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રાના સમર્થનમાં મોટરસાયકલ/ સ્કૂટર રેલીનું આયોજન કાલોલ તાલુકા/શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા કરવામાં આવ્યું છે.

જેમાં કાલોલ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ભુપેન્દ્રસિંહ ખેર, કાલોલ તાલુકા શહેર કોંગ્રેસ સમિતિ ના પ્રમુખ અશોકભાઈ ઉપાધ્યાય, પ્રદિપસિંહ પરમાર, રાજેન્દ્રસિંહ જાદવ, ભાવસિંહ પરમાર, નરવતસિંહ પરમાર, સુરજસિંહ સોલંકી વિપુલભાઈ રાઠોડ (વકીલ),નિરવભાઈ પટેલ, નસીબદાર રાઠોડ, આઈ ટી સેલ નાં કાજલ પરમાર અને આગેવાનો,હોદ્દેદારો અને કાર્યકરો આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here