કાલોલ બોરું ટર્નિંગ ખાતે છઠ્ઠા નોરતે 501 દિવડાની મહાઆરતીનું આયોજન કરાયુ, પ્રદેશ આમંત્રિત સભ્યએ હાજર રહી આરતી કરી

કાલોલ, (પંચમહાલ) મુસ્તુફા મિર્ઝા :-

કાલોલ શહેરમાં અલગ અલગ વિસ્તારોમા નવરાત્રિ મહોત્સવ નિમિત્તે ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે શહેરના બોરું ટર્નીગ ખાતે જય અંબે યુવક મંડળ દ્વારા સૌ પ્રથમ વાર ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. જયાં માતાજીના છઠ્ઠા નોરતે 501 દિવડાની મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે પૂર્વ જિલ્લા પંચાયતના પ્રમુખ અને પ્રદેશ આમંત્રિત સભ્ય રાજપાલસિંહ જાદવ હાજર રહી સૌની સાથે માતાજીની આરતી કરી મહા આરતીનો લાભ લઈ આશીર્વાદ લીધા હતાં તેમની સાથે મોટી સંખ્યામાં આજુબાજુ સોસાયટીમાંથી ભાઈઓ,બહેનો,યુવાનો અને નાની નાની દીકરીઓ જોડાઈ સૌ કોઈએ માતાજીની મહાઆરતી નો લાભ લીધો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here