કાલોલના ગોવર્ધનપ્રભુ રાજકોટથી નીજ ધામમા પરત ફરતા ભવ્યાતિભવ્ય શોભાયાત્રાથી સ્વાગત કરાયુ

કાલોલ, (પંચમહાલ) મુસ્તુફા મિર્ઝા :-

કાલોલ વૈષ્ણવજનનાં પ્રાણ પ્યારા પૂ. પા. ગો. ૧૦૮ શ્રી અભિષેકકુમારજી મહારાજશ્રી ના લાલ પૂ. પા. ગો. શ્રી દ્વારકેશલાલજી મહોદયશ્રીના શુભ મંગલ સગાઈ પ્રસ્તાવના માંગલિક અવસરે અત્રેની હવેલીથી રાજકોટ મુકામે બિરાજેલા નિકુંજનાયક પુષ્ટિપુરુષોત્તમ પ્રભુ પરમ મોહિની સ્વરૂપ શ્રી ગોવર્ધનધર પ્રભુ મંગલ યાત્રાથી નિજગૃહ કાલોલમાં મુકામે બિરાજમાન થતાં ઉત્સાહિત કાલોલ વૈષ્ણવ સમાજે શ્રી પ્રભુના મંગલ વધામણાં લીધા હતા.આજરોજ રાજકોટ મુકામથી વિશેષ રસાલા સાથે કાલોલ પરત પધારેલા શ્રી પ્રભુનું અત્રેના સુવર્ણ હોલ ખાતે ભવ્યાતિભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. મંગલ સામૈયા બાદ શોભાયાત્રા થકી શ્રી પ્રભુને નિજગૃહે પધરાવવામાં આવ્યા હતા. રાજકોટ થી નીકળેલ ગોવર્ધનપ્રભુ ને મધવાસ પેટ્રોલ પંપ પાસે વૈષ્ણવોએ સ્વાગત કરી બાઇક રેલી યોજી કાલોલ સુઘી લાવવામાં આવ્યા હતા. એમજીએસ હાઈસ્કૂલ ખાતે ટ્રસ્ટીઓ દ્વારા ગોવર્ધન પ્રભુ ને પુષ્પવર્ષા કરી સ્વાગત કરવામાં આવ્યુ હતુ સમગ્ર હાઈવે ઉપર કાલોલ પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી જરૂર પડે ત્યા ટ્રાફીક ડાયવર્ટ કરાયો હતો.શ્રી વલ્લભકુલ પરિવારના જયઘોષ સાથે નીકળેલી શોભાયાત્રામાં કાલોલ સમસ્ત વૈષ્ણવજનો ડ્રેસ કોડ મા ઉમટી પડ્યા હતા.સુવર્ણ હોલથી નીકળેલ શોભાયાત્રા અને શ્રી પ્રભુનો વિશેષ રસાલો નવાપુરા અને પરવડી બજારના માર્ગે પુષ્ટિમાર્ગીય હવેલી મુકામે પહોંચ્યો હતો, જ્યાં ફરીથી એક વખત શ્રી પ્રભુના વધામણાં લઈ પુષ્પવર્ષા કરી નિજગૃહે પધરાવવામાં આવ્યા હતા. જયા મહાપ્રસાદ નુઆયોજન કાલોલ વૈષ્ણવ સમાજ દ્વારા કરવામાં આવ્યુ હતુ.
પુષ્ટિ ધજા – પતાકા, કીર્તન મંડળીઓ અને બેન્ડ વજા સાથે નગરના મુખ્ય માર્ગો પરથી વિશેષ રોશની ની ઝગમગાટ અને રસ્તા પર ક્લરિંગ રંગોળી કરેલ માર્ગો પરથી નીકળેલી શોભાયાત્રાના માર્ગો પચરંગી રોશની સમેત વિવિધ રંગવલીઓથી સજાવવામાં આવ્યા હતા સાથે વૈષ્ણવજન સમસ્ત દ્વારા પૂર્વવત – અવિરત પુષ્પવૃષ્ટિથી શ્રી પ્રભુને આવકારવામાં આવ્યા હતા.
સમગ્ર કાર્યક્રમના અંતે ઉપસ્થિત વૈષ્ણવ સમાજે મહાપ્રસાદીનો લાભ લીધો હતો. સમસ્ત કાર્યક્રમનું આયોજન અને સફળ સંચાલન કાલોલ વૈષ્ણવ સમાજના યુવા કાર્યકરો દ્વારા કરવામાં આવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here