ઊંઝા તાલુકાના જગન્નાથપુરા ગામમાં સરકાર માન્ય સસ્તા અનાજની દુકાનનું અનાજ સિદ્ધપુર ગંજ બજારમાં ઠલવાતા ખળભળાટ…

ઊંઝા,(પાટણ) આશિષ કુમાર પાધ્યા :-

ઊંઝા તાલુકાના જગન્નાથપુરા ગામમાં સરકાર માન્ય સસ્તા અનાજની દુકાન ચલાવતો કૌશિક દિનેશભાઈ પટેલ નામનો ઇસમ ગ્રાહકોને છેતરપિંડી કરી ઓછું અનાજ આપી બચેલો અનાજનો જથ્થો સગેવગે કરવા માટે સિધ્ધપુર ગંજ બજારમાં આવેલ પેઢી નંબર ૪૧ પટેલ મુકેશકુમાર એન્ડ મહેન્દ્ર કુમારની કંપનીમાં ઘઉ વેચવા માટે આવેલ અને પેઢી આગળ ખાલી થઇ રહી હતી તે દરમિયાન જડપી પાડતી સિદ્ધપુર પોલીસ

ઉંઝા તાલુકાના જગન્નાથ પુરા ગામે સસ્તા અનાજની દુકાન ધરાવતાં પટેલ કૌશિકકુમાર દિનેશચંદ્ર જેઓ આજ રોજ સિદ્ધપુર એ.પી.એમ.સી સ્થિત દુકાન નંબર ૪૧ માં આનાજ (ઘઉં )નો જથ્થો ખાલી કરી રહ્યો હતો તે દરમિયાન જે.આર.શુક્લા પો.સબ.ઇન્સ ને ખાનગી રાહે બાતમી મળતા પૂછ પરછ કરતા જવાબ બરાબર ના મળતા મુદ્દામાલ સહિત એક ઈસમ પટેલ કૌશિકભાઈ દિનેશચંદ્રની અટકાયત કરી આગની કાર્યવાહી હાથધરી છે સિધ્ધપુર પોલીસને બાતમી મળી હતી કે ઊંઝા તાલુકાના જગન્નાથપુરા ગામમાં સરકાર માન્ય સસ્તા અનાજની દુકાન ચલાવતો કૌશિક દિનેશભાઈ પટેલ નામનો ઇસમ ગ્રાહકોને છેતરપિંડી કરી ઓછું અનાજ આપી બચેલો અનાજનો જથ્થો સગેવગે કરવા માટે સિધ્ધપુર ગંજ બજારમાં આવેલ પેઢી નંબર ૪૧ પટેલ મુકેશકુમાર એન્ડ મહેન્દ્ર કુમારની કંપનીમાં ઘઉ વેચવા માટે આવેલ છે અને પેઢી આગળ ખાલી થતા લાલ કલર નું આઈસર ગાડી નંબર GJ 2 XX 7360 માથી ઘઉં નો જથ્થો ખાલી થવાની જાણકારી મળતા સિધ્ધપુર પીઆઇ ચિરાગભાઇ ગોસાઈ દ્વારા ત્વરીત કાર્યવાહી કરી ઉપરોક્ત ગંજ બજાર ની પેઢી આગળ પડેલ આઇસર ઝડપી તપાસ કરતા ૨૩૨ બોરી જેટલો સસ્તા અનાજની દુકાનમાં વેચાતો ૧૧૨૫૦ કિલો ઘઉની જથ્થો મળી આવ્યો હતો જેની અંદાજિત કિંમત ૨૧૩૭૫૦ જેટલી થવા જાય છે સાથે ૪ લાખ રૂપિયાનું આઇસર મળી કુલ ૬,૧૩,૭૫૦ નો મુદ્દામાલ જપ્ત કરી એસેન્સિયલ કોમોડિટી એક્ટ ૧૯૫૫ની જોગવાઈ મુજબ નામદાર કલેકટરને રિપોર્ટ કરવામાં આવ્યો હતો અને ૪૧/૧ડી અંતર્ગત આરોપી કૌશિક દિનેશકુમાર પટેલ ની ધરપકડ કરી જેલના સળીયા પાછળ ધકેલી દઈ વધુ તપાસ હાથ ધરી છે અત્રે ઉલ્લેખનીય છે કે ઊંઝા તાલુકાનો રેશનિંગ નો જથ્થો સિદ્ધપુર એપીમસી સ્થિત પેઢીમાં ઠલવાઈ રહ્યો હોવાની ઘટના સામે આવતા વેપારી આલમમાં પણ અનેક તર્ક વિતર્ક સામે આવી રહ્યા છે.

આ સમગ્ર બનાવ અંતર્ગત સિદ્ધપુરના મામલતદાર કનકસિંહ ગોહિલએ જણાવ્યું હતું કે તમામ કાર્યવાહી સિદ્ધપુર પોલીસ દ્વારા કરવામાં આવી છે

પેઢી માલિકને આ બનાવ અંગે વધુ વિગત મીડિયા દ્વારા પૂછવામાં આવતા પેઢી માલિકે મીડિયા સમક્ષ મૌન રહી આ બાબતે બચવાનો પ્રયત્ન કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here