ડભોઇ આદર્શ કલાનિકેતન સંગીત વિદ્યાલય દ્વારા આઝાદીકા અમૃત મહોત્સવ નું આયોજન કરાયું

ડભોઇ,((વડોદરા) સરફરાઝ પઠાણ :-

ડભોઇ દર્ભૉવતી નગરીમાં આવેલ આદર્શ કલાનિકેતન સંગીત વિદ્યાલયમાં આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત સાંસ્કૃતિક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.આ પ્રસંગે ડભોઇ- દર્ભાવતિ નગરીના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા અને સાંસદ ગીતાબેન રાઠવાની ઉપસ્થિત માં યોજાયો હતો. આ સંગીત શાળામાં તૈયાર થયેલા વિદ્યાર્થીઓ જિલ્લા કક્ષા અને રાજ્ય કક્ષા સુધી પહોંચી ઉચ્ચ સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે .આ સંગીત શાળામાં વાદ્ય, નૃત્ય અને ગાનનો અભ્યાસ કરાવવામાં આવે છે. તબલા, હાર્મોનિયમ ,વાયોલિન અને તંબુરા જેવા વાદ્યની પણ તાલીમ આપવામાં આવે છે . આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ દ્વારા અલગ અલગ કૃતિઓ યોજવામાં આવી હતી.જે મહાનુભાવો અને નગરજનો એ નિહાળી ધન્યતા અનુભવી હતી.
આ સંગીત શાળાના પ્રમુખ અતુલભાઈ ગાંધી ,ઉપ પ્રમુખ દિનેશભાઈ શાહ, રત્નેશભાઈ શાહ અને આચાર્ય જયેશભાઈ શાહ તેમજ સ્ટાફ ગણ વાસુદેવભાઈ ચોકસી, હરેશભાઈ સુકલ દ્વારા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરી તેઓનો ઉત્સાહ વધાર્યો હતો.
આ સમગ્ર કાર્યક્રમમાં વડોદરા જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન અશ્વિનભાઇ પટેલ, ડભોઇ ભાજપ પ્રમુખ ડો .સંદિપભાઈ શાહ ,ડભોઇ નગરપાલિકા પ્રમુખ અને પાલિકાના સભ્યો , વાલી મિત્રો અને સંગીત શાળાના અતુલભાઈ ગાંધી ,દિનેશભાઈ શાહ, અને આચાર્ય જયેશભાઈ શાહ તેમજ સ્ટાફ ગણ વાસુદેવભાઈ ચોકસી, હરેશભાઈ સુકલ દ્વારા વિદ્યાર્થીઓને તેઓનો ઉત્સાહીત કયૉ હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here